ગુજરાતમાં સીટો મેળવા કોંગ્રેસે કર્યું આ મોટું કામ…!

રાજ્ય સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ખૂબ મથામણ ચાલી રહી છે. કોંગ્રેસ અને ભાજપના પક્ષો લોકસભાની સીટો પર મજબૂત ઉમેદવારો શોધવામાં વ્યસ્ત જોવા મળે છે. લોકસભાના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં હાલ જોરદાર કોકડું ગૂંચવાયેલું છે.

ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો વાયરો ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં અને ભાજપમાં ઉમેદવારોની જોરદાર ખેંચતાણ જોવા મળી છે. કોંગ્રેસે OBC વોટબેંકને પોતાના તરફ કરવાની તૈયારી કરી છે. કોંગ્રેસે OBC વોટને પોતાના તરફ આકર્ષણ કરવા દરેક જીલ્લાઓમાં OBC ચેરમેનોને નિમણુક કર્યા છે.

તમને જણાવી દઈએ કે ગાંધીનગર જીલ્લામાં તાલુકા પંચાયતના બાગી નેતા અને સસ્પેન્ડેડ સભ્યને કોંગ્રેસે OBC ચેરમેન તરીકે નિમણુક કર્યા છે. કોંગ્રેસે જ સસ્પેન્ડ કરેલા મહોતજી ઠાકોરની ગાંધીનગર જીલ્લા OBC વિભાગના પ્રમુખ તરીને નિમણુક કર્યા છે.

તમને જણાવી દઈએ કે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે અમિત શાહને ઉતાર્યા છે. કોંગ્રેસ ભાજપના તમામ સીટો પર પોતાના ઉમેદવાર નક્કી થાય તેના બાદ પોતાના ઉમેદવારોને રણભૂમિમાં ઉતારવા માંગે છે.

 31 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર