September 19, 2021
September 19, 2021

ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ લોકસભાની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત

58 વર્ષ પછી આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક યોજાવાની છે. અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપશે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જો કે કોંગ્રેસના નેતા દિનશા પટેલે જણાવ્યું કે, પાર્ટી દ્વારા જે ઉમેદવારને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવશે તેમને તેઓ ટેકો આપશે. આજે કૉંગ્રેસ પોતાની CWCની બેઠક સરદાર સ્મારક ખાતે યોજશે.

દિનશા પટેલે વધુંમાં જણાવ્યું કે, સમગ્ર દેશની પ્રજા આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલા કાર્યક્રમના કારણે અમદાવાદના સરદાર સ્મારક વિશે જાણશે. આજે સમગ્ર ગાંધી પરિવાર અમદાવાદમાં હોવાથી તેઓ ખુશ છે. તેમને જણાવ્યું કે, દેશના વડાપ્રધાન મોદી પણ સરદાર સ્મારકની મુલાકાત નથી લીધી. 30 કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવેલા સરદાર સ્મારકની મુલાકાતે કોઈ મંત્રી આવતા નથી.

આ દરમિયાન જ તેમને મોટી જાહેરાત કરી હતી કે તેઓ આવનારી લોકસભાની ચૂંટણી નહીં લડે. પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જરૂરથી આપશે. જો કે જણાવી દઈએ કે પહેલા અમદાવાદમાં 28મી ફેબ્રુઆરીએ CWCની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દેશમાં આંતકવાદી હુમલાને પગલે અને એર સ્ટ્રાઈકના કારણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બેઠક રદ્દ કરી હતી.

 82 ,  3