ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો ‘કાંટાળો’ તાજ દિપક બાબરીયાના માથે મુકાઈ તેવી શક્યતા

બાબરીયાની સંભવિત વરણી સામે વિરોધ વંટોળ

ગુજરાતમાં કોંગ્રેસનાં પ્રભારી પદે રાજસ્થાનના મંત્રી ડો રઘુ શર્માની દોઢેક મહિના પહેલા વરણી કરવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષ પદ માટે વરણી કરવામાં કોકોડું ગુંચવાયેલું છે. પરંતુ દિલ્હી દરબારમાં મેરેથોન બેઠકો પછી પણ કોકડું હજુ વણઉકલ્યું રહ્યું છે. ત્યારે હવે જોકે પ્રદેશ પ્રમુખ પદ માટે દિપક બાબરીયાનું નામ નક્કી માનવામાં આવે છે.. સાથે કોંગ્રેસ દ્વારા વિધાનસભા વિપક્ષ નેતાના નામની પણ જાહેરાત થઈ શકે છે. જેના કારણે કોંગ્રેસમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

બીજી બાજુ રાજ્યમાં ડીસેમ્બરના ત્રીજા સપ્તાહમાં 10 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને 2022માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને પગલે પ્રદેશ પ્રમુખનો આ કાંટાળો તાજ બંને ચૂંટણીઓમાં ‘કસોટીની એરણે’ ચડશે.

નોંધનીય છે કે, દિલ્હીમાં રઘુ શર્માની રાહુલ ગાંધી સાથે લાંબા સમય સુધી ચાલી બેઠક ચાલી જેમાં કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.અગાઉ પણ ડો.રઘુ શર્માએ દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓની બેઠક બોલાવી હતી.. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી,અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ગુજરાતના પ્રભારી પદે કેટલાક નામ વહેતા થયા હતા. જેમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ,જગદીશ ઠાકોર, શૈલેશ પરમાર સહિતના નામ ચર્ચાવા લાગ્યા હતા પરંતુ હવે પ્રદેશ પ્રમુખ પદનો કળશ દિપક બાબરીયાના માથે ઢોળવામાં આવી શકે છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી