દારૂબંધીને કારણે ગુજરાતને કરોડોની ખોટ, કેન્દ્રસરકાર ભરપાઈ કરે: નિતીન પટેલ

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે યોજાયેલી દરેક રાજ્યોના નાણામંત્રીની પ્રિ બજેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં તેમણે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી હતી કે, ગુજરાત દારૂબંધીને કારણે થતી કરોડો રૂપિયાની આર્થિક ખોટ ભરપાઈ કરવાની માગણી કરી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત પાણીની અછતવાળુ રાજ્ય હોવા છતાં રાજ્યના બધા નાગરિકોને પુરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં પાણીની મોટી પાઇપલાઇનોનું વિસ્તૃત માળખું ઉપલબ્ધ છે અને મોટા પમ્પીંગ સ્ટેશનો પણ કાર્યરત છે તેના સંચાલન-જાળવણી અને વિજળી બીલો માટે ભારત સરકારે ઘરે-ઘરે પીવાનુ પાણી પહોંચાડવાની ‘નલ સે જલ’ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવી જોઇએ કારણકે ગુજરાત રાજ્ય અગાઉથી જ પોતાના બજેટમાંથી 78% ઘરો સુધી શુધ્ધ પીવાના પાણીની સુવિધા પુરૂ પાડી રહ્યું છે.

ભારત સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આજે દિલ્હી ખાતે આયોજીત રાજ્યના નાણામંત્રીઓની બેઠકમાં ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહભાગી બનીને રાજ્યની વિકાસયાત્રા વધુ સુદ્રઢ બને તે માટે ધારદાર રજૂઆતો અને સૂચનો કર્યા હતાં.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય છે. અન્ય રાજ્યોમાં દારૂબંધી અમલમાં ન હોઇ, તેવા રાજ્યોની એક્સાઇઝની અને અન્ય ટેક્સની હજારો કરોડની મોટી આવક પ્રાપ્ત થાય છે. તે ગુજરાતને મળતી નથી. બંધારણના આર્ટીકલ ૪૭ ના ઉદ્દેશને સફળ કરવા ગુજરાત રાજ્યને દારૂબંધીના અમલ માટે પ્રોત્સાહિત કરી દારૂબંધીના કારણે આવકમાં જે ઘટાડો થાય છે તે ભરપાઇ કરવા પણ નાયબ મુખ્યમંત્રીએ માંગણી કરી હતી.

 12 ,  1