પંજે પર કમલ ભારી – અબ કી બારી- ગુજરાત મેં ઝાડૂ સવારી….!!

ઝાડૂવાળા પહેલીવાર આવ્યા અને ફટાફટ 27 બેઠકો જીતી પણ ગયા…

વધતી જતી મોંઘવારી છતાં શહેરી મતદારોએ કહ્યું -મેરો તો કમલધર ગોપાલ દુજો ના કોઇ…

મતદારોએ કોંગ્રેસને કહ્યું- સોરી..પહેલાં તમે સુધરો…2026માં જોઇશું…!

દિલ્લીવાલે કેજરીવાલને ઇશારો- વેલકમ ટુ ગુજરાત…..!! ઝાડૂ લગાવો…

ગ્રામિણ મતદારો કા ફૈંસલા ક્યા આતા હૈ…દેખતે રહીયે ખેલા ગુજરાત કા….!!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

અંદાજે એક હજાર કિ.મી. દૂર છે અમદાવાદથી દિલ્હી. અને ત્યાંથી રૂમઝૂમ…રૂમઝૂમ…કરતા કરતાં ઝાડૂ પહોંચ્યો કેસરિયા ગઢ ગુજરાતમાં. હાં, ગુજરાત કેસરી ગુજરાત છે. આ ચૂંટણીમાં ઝાડૂવાળાએ ઉમેદવારો ઉભા રાખ્યા પણ જીત માટે ફોક્સ કર્યું અંગ્રેજોની પહેલી કોઠી જ્યાં નાંખવામાં આવી તે સુરતમાં. અને બન્યુ પણ એવુ જ. સુરતીલાલાઓએ ચમચમતી ઘારી ખાતાં ખાતાં ઝાડૂ પકડીને પંજાને કાઢ્યો બહાર. સુરત મનમાની 120 બેઠકોમાંથી 93 બેઠકો કેસરીલાલને અને 120ના 20 ટકા કરતાં વધારે બેઠકો એટલે 27 બેઠકો કે વિનર હૈ આમ આદમી પાર્ટી કા ઝાડૂ…!!

ગરવી ગુજરાતમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા સ્થાપિત આમ આદમી પાર્ટી-આપ-એ ત્રણ-ત્રણ વખત દિલ્હી સર કર્યા બાદ પંજાબમાં એન્ટ્રી મારી. પંજાબમાં ભાજપ નહીં પણ આપિયા-આપ પાર્ટીવાળાઓને આપિયા કહે છે. જેમ કે ભાજપવાળાને ભાજપિયા, જેમ કોંગ્રેસ વાળાને કોંગ્રેસિયા , જેમ સમાજવાદી પાટી વાળાઓને સપાઇ, જેમ બહુજન સમાજ પાર્ટી વાળાઓને બસપાઇ…એમ આપિયા… તો ગુજરાતમાં 2021માં આપિયા આવી ગયા છે અને આવતા વર્ષે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે- લાભ ભાજપને, નુકશાન પેજાને. આ એ જ સુરત છે કે જ્યારે મનપાની 99 બેઠકો હતી ત્યારે તમામ 99 બેઠકો કેસરીને મળી હતી. કોંગ્રેસને અત્યારની જેમ એક બેઠક પણ મળી નહોતી.. એટલે એમ કહેવાય તે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. તે વખતે 99 બેઠકો માટે જશ સુરતના ભાજપના સાંસદ અને નેતા કાશીરામ રાણાને મળ્યું હતું. આ વખતે 120માંથી એક પણ બેઠક નહીં મળવાનો અપજશ કોંગ્રેસની નેતાગીરીને મળે છે.

અમદાવાદમાં 192 બેઠકોમાંથી કેસરીયાને 159 બેઠકો સાથે ફરી સત્તા મળી છે અને કોંગ્રેસને 192ના 25 ટકા સમાન 25 બેઠક મળી છે. ફરીથી 5 વર્ષ વિરોધ પક્ષમાં બેસવાનું. અને ગઇ વખતના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ વોર્ડ બદલતા સી….ધા ઘેર ભેગા. અમદાવાદના મતદારોને હજુ ઝાડૂ પ્રત્યે લગાવ નથી. પંજા પ્રત્યે હજુ માન સન્માન છે. અને શહેરના કુબેરનગર વોર્ડમાં ભાજપની આખી પેનલ દિનેશ શર્માની જેમ સી….ધા ઘેર ભેગા. કોંગ્રેસની પેનલ જીતી. કારણ એ ક જ છે કે વોર્ડના સીંધી વેપારીઓને લોકડાઉનમાં કહેવાય છે કે સત્તાવાળાઓનો-કહો કે પોલીસ તંત્રનો ભારે ત્રાસ વેઠવો પડ્યો. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી નામમાં ભલે રામ છે પણ પોતાના જ વોર્ડમાં રામના નામે પેનલ જીતાડી શક્યા નથી.

જ્યાં રિલાયન્સની રિફાઇનરી છે તે જામનગરમાં બસપાની એન્ટ્રી થઇ છે. જામનગરમાં 50 બેઠકોમાંથી 3 બેઠકો માયવાતીના બસપાને મળી છે. જામનગર એટલે જામ સાહેબનું સ્ટેટ. અને એમાં દલિત પાર્ટીને 3 બેઠકો મળે તો માયાવતી માટે શુભ..શુભ.. કહી શકાય. પધારો મહારે ગુજરાત હાથી પર બિરાજીને…!! રાજકારણમાં જેની સામે ભાજપની બી ટીમનો આરોપ અને આક્ષેપ થાય છે તે મુસ્લિમ નેતા ઔવેસીના પાર્ટીના 7 ઉમેદવારો અમદાવાદમાં ગુપચુપ…ગુપચુપ…લાંબા લાંબા ઘૂંઘટ ઢાંકીને જીતી ગયાછે.. નુકશાન પંજાને.

ગુજરાતમાં અને દેશમાં કેસરીનો એક મુદ્દાનો લક્ષ્ય- ભલે બીજા કોઇ પણ જીતે….. પણ પંજાવાળો તો નહીં જ… અને પરિણામ જુઓ કે ઝાડૂવાળા છેક દિલ્હીથી પહેલીવાર ગુજરાત આવ્યા અને પહેલા જ ધડાકે પ્રજાની કોઇ પણ પ્રકારની સેવા કર્યા વગર જ સુરતમાં 27 બેઠકો જીતી ગયા…. !! આપિયા-આપવાળા- ના હોત તો કદાજ એ બેઠકો પંજાને ફાળે ગઇ હોત. એવુ ઔવેસીમાં પણ બન્યુ હશે. કેસરીએ વિચાર્યું હશે કે ભલે અમે અમદાવાદમાં એક પણ લઘુમતિવાળાને ટિકિટ આપી નથી અને ઔવેસીવાળા ભલે જીતી ગયા પણ કોંગ્રેસની બેઠકો તો ઘટીને…. નહીંતર એ 7 બેઠકો પણ કોંગ્રેસને જ મળી હોત…

પંજાબમાં તાજેતરમાં જ ગુજરાની જેમ 7 મનપામાં ચૂંટણીઓ યોજાઇ જેમાં ભાજપના સુપડા સાફ થઇ ગયા. ગુજરાતમાં 6 મનપામાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા.કારણમાં એક જ છે કે પંજાબમાં પંજો સત્તામાં છે અને ગુજરાતમાં કમળવાળા. એટલે હિસાબ બરાબર હો ગયા.. વહાં તુમ હારે… યહાં હમ હારે….આ સાંભળીને રાજીવ ગાંધી ભવનના પગથિયે ઉભા રહીને કોઇ સંનિષ્ઠ કાર્યકર બળાપો કાઢશે- અમિતભાઇ…..બહુ થયું. બહુ હાર જોઇ લીધી. જુથબંધીમાંથી બહાર આવો… કેસરીમાંથી કંઇક શિખો. કેસરીના ચૂંટાયેલાઓના અંતરાત્માને જગાવો અને તેમના આપણી બાજુ લાવીને સત્તા મેળવો…25 વર્ષ તો થયા. ક્યાં સુધી મેયરપદની ખૂરસીથી કોરોના ગાઇડ લાઇનની જેમ સલામત અંતર રાખશો..? આ જુઓ, સુરતમાં લોકોએ પંજાવાળાને લાઇનની બહાર જ કાઢી મૂક્યા…!! કોઇ વળી એવો દિલાસો પણ લે કે ભલે શહેરોમાં હાર્યા, હજુ તાલુકા-જિલ્લા પંચાયતો બાકી છે, એમાં સત્તા મળશે અને પછી 2022ની વિધાનસભા તો છે જ. 2017માં 70 મળી તો આ વખતે કદાજ 92 પર પહોંચી જવાય…..!! જુઓ. સપના દેખના મના નહીં હૈ…

કોંગ્રેસના નશીબમાં દિલાસો છે અને લોકો ભાજપથી કંટાળશે તો કોંગ્રેસને જ વોટ આપશે, લોકો મોંઘવારીથી કંટાળી ગયા છે એટલે ભાજપને માપમાં રાખવા પંજાને જ પસંદ કરશે…..એવા એવા દિલાસા સાથે સાબરમાં કેટલાય નીર ખળખળ…ખળખળ.. વહી ગયા. પણ કાંગ્રેસના નશીબમાં ઓપ્પોનો ઓ એટલે ઓપોઝીશનનો ઓ લખાયેલો છે અને ભાજપના નશીબમાં વી ફોર વિકટરી અંગ્રેજી અક્ષર વી લખાયેલો છે. કેમ કે ભાજપવાળા 12.39ના વિજય મહુર્તમાં ઉમેદવારી નોંધાવે છે. અને કોંગ્રેસવાળા….? જાને ભી દો યારો….જોયુ નહીં આ ચૂંટણીમાં…? ભાજપે યાદી બહાર પાડી ઉમેદવારોની. કોંગ્રેસની યાદી માટે ખુદ ગૂગલબાબા પણ સર્ચ કરતાં કરતાં મથી રહ્યાં હતા….!! ભાજપના મેન્ડેટ વ્યવસ્થિત પહોંચે અને કોંગ્રેસના મેન્ડેટ હાથમાંથી ઝૂંટવીનો કોઇ ફાડી નાંખે…! આવા તો અનેક ગેરવ્યવસ્થાના દર્શન કોંગ્રેસના કાર્યકરોએ પાર્ટીમાં અને નેતાઓમાં જોઇ અને પરિણામ..?

ગુજરાતના શહેરી મતદારોએ ભાજપને કહ્યું-વેલકમ અગેઇન….! કોંગ્રેસને કહ્યું- સોરી..પહેલાં તમે સુધરો…2026માં જોઇશું…! અને કેજરીવાલને કહ્યું- વેલકમ ટુ ગુજરાત…..!!

જોઇએ હવે ગ્રામિણ મતદારો કા ફૈંસલા ક્યા આતા હૈ…દેખતે રહીયે ખેલા ગુજરાત કા….!!

-દિનેશ રાજપૂત

 34 ,  1