ગુજરાતમાં ચૂંટણીઓની પ્રક્રિયાનો પ્રારંભ, 26 બેઠકો 51 હજાર મતદારો અને ઉમેદવારો…?

લોકસભા ચૂંટણી 2019ના ભાગ રૂપે ગુજરાતમાં 26 બેઠકો માટેની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. જાહેરનામું બહાર પપાડી દેવામાં આવ્યું છે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 30 માર્ચના રોજ વાજતે-ગાજતે અને રંગે-ચંગે ગાંધીનગર બેઠક માટે ઉમેદવારી નોંધાવશે. હાલની ચૂંટણી માટે ગુજરાતમાં 4.50 કરોડ કરતા વધુ મતદારો નોંધાયા છે.

26 બેઠકો માટે મતદાન કરવા 51 હજાર કરતા વધુ મતદાન મથકો નક્કી કરાયા છે. ભાજપ કોંગ્રેસના 26 બેઠકોના મળીને 52 ઉમેદવારો તો ખરા જ. તે સિવાય NCP, BTP, સપા, બસપા સહિત કેટલાક અપક્ષો પણ ચૂંટણી જંગના મેદાનમાં ઉતરશે. અલબત 26 બેઠકો માટે કેટલા મુરતિયાઓ છેલ્લે ચૂંટણી જંગના મેદાનમાં રહેશે એતો ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસના બપોરના 3 વાગ્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે.

ચૂંટણી પંચે પણ મતદાન મથકોની ચકાસણી 51 હજાર કરતા વધુ EVM અને વ્યાપ્ત મશીનીની ચકાસણી શરુ કરી છે. વિકલાંગ મતદારોને મતદાનમાં કોઈ મુશ્કેલી ન પડે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. 51 હજાર મતદાન મથકો માંથી કેટલા ક્રિટીકલ કે સંવેદનશિલ હશે એતો ઉમેદવારો આખરી થયા બાદ ચૂંટણી પાંચ નક્કી કરશે. દરમિયાનમાં અમિત શાહની સામે NCP વતી શંકરસિંહ વાઘેલા ચૂંટણી જંગના મેદાનમાં ઉતારવા માટે થનગની રહ્યા છે.

 97 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી