ગુજરાત: બિન અનામત વર્ગના લોકો માટે પગભર થવાનો ઉત્તમ વિકલ્પ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનામતનું ભૂત ધૂણી રહ્યું છે. હાર્દિક પટેલ દ્વારા પાટીદારને અનામત અપાવવાનું બીડું ઝડપવામાં આવ્યું હતું અને ઠેર ઠેર જલદ આંદોલન પણ કરવામાં આવ્યા હતા. અને પરિણામ સ્વરૂપ સરકારે પાટીદારને તો અનામત ના આપતા, ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવાનો ઠરાવ સપ્ટેમ્બર 2017માં પસાર કર્યો હતો.

આ નિગમ દ્વારા શિક્ષણ અને આર્થિક વિકાસને લગતી કેટલીક યોજનાઓનો અમલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018થી ઠરાવ કરવામાં આવેલ છે, અને તેની વિવિધ યોજનાઓનો અમલ તા. 1/4/2018થી અમલીકૃત કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક યોજના સહાય અને ઉચ્ચ અભ્યાસ માટે લોન એમ બે પ્રકારની શૈક્ષણિક યોજનાઓ અમલમાં મુકવામાં આવી તથા ધંધા રોજગાર કરવા માટે લોનની યોજનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

નિગમના જીલ્લા મેનેજર એન.એમ. અગ્રવાલના જણાવ્યા અનુસાર, ગુજરાત બિન સ્નામ્ત નિગમ અસ્તિત્વમાં આવ્યા થી 30 જુન સુધી તેમની પાસે અત્યાર સુધી વિદેશ અભ્યાસ લોન યોજના માટે 2 અરજી સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જીલ્લામાં થઇ ને આવી હતી. જેમાંથી 23 અરજીને ભલામણ સાથે આગળ મોકલવામાં આવી છે અને 3 અરજીને કારણ સહીત રદ કરવામાં આવી છે. જયારે શૈક્ષણિક લોન યોજના માટેની કુલ 5 અરજી આવી હતી.

જેમાંથી 4 ભલામણ સાથે આગળ મોકલવામાં આવી છે. તથા એક અરજી રદ કરવામાં આવી છે, જયારે શિક્ષણ સહાય યોજનાઓની કુલ 80 અરજીઓ આવી હતી જેમાંથી 51 અરજીને ભલામણ સાથે આગળ મોકલવામાં આવી છે. તથા એક અરજી રદ કરવામાં આવી છે. આ યોજના નાયબ નિયામક (વી.જા.) કચેરીને તબદીલ થતા 28 અરજી નાયબ નિયામક (વી.જા)ને તબદીલ કરવામાં આવી છે.

સ્વ-રોજગાર લક્ષી યોજના માટે અત્યાર સુધી સાબરકાંઠા જીલ્લામાં 74 અરજી કરવામાં આવી છે. તેમાંથી 17 અરજી ને ભલામણ સાથે આગળ મોકલવામાં આવી છે. 35 અરજી નિર્ણય અર્થે પડતર છે. અને 17 અરજી નામંજૂર કરવામાં આવી છે. જયારે 5 અરજી સ્થળ ચકાસણી માટે અલગ તારવવામાં આવી છે. આમ આ નિગમ આર્થિક પગભર થવા માંગતા બિન અનામત વર્ગના લોકો માટે લાભદાયી નીવડી રહ્યું છે.

 59 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી