‘….જ્યારે દરવાજો ખોલ્યો તો, ઘરની બહાર બે સિંહો પાણી પીતા હતા’ Video થયો વાયરલ

ગુજરાતના ફોરેસ્ટ ઓફિસર પોતાના ટ્વિટર એકાઉન્ડ પર શેર કર્યોVideo

ગુજરાતના ગીર જંગલમાં એક ઘરની બહાર સવાર સવારમાં બે સિંહ પાણી પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં સવારના સમયે પોતાના ઘરમાંથી બહાર નીકળતા એક શખ્સને દરવાજાની બહાર બે સિંહ દેખાય છે. બંને સિંહ ઘરની બહારની પાણીની ટાંકી પર પાણી પીતા હોય છે. વાયરલ થઈ રહેલ વીડિયો ગુજરાતના ફોરેસ્ટ ઓફિસર સાકેતે પોતાના ટ્વિટર એકાઉન્ડ પર શેર કર્યો છે. સાથે જ લખ્યું છે કે, આ વીડિયો પર તમારું રિએક્શન શું હશે. સવારે દરવાજો ખોલતા જ જો તમને આવો નજારો જોવા મળે તો…

વાયરલ વીડિયોમાં એક શખ્સ કેમેરાની સામે દરવાજો ખોલતા દેખાઈ રહ્યો છે. દરવાજો ખેલ્યા બાદ ઘરની બહાર બે સિંહો હોય છે, જે પાણીની ટાંકીમાં પાણી પીતા દેખાઈ રહ્યાં છે. દરવાજો ખોલતા જ એક સિંહ શખ્સ સામે જોઈ રહ્યો છે. પરંતુ તે હુમલો નથી કરતો. થોડા સમય બાદ સિંહ અહીંથી પાણી પીને પરત ફરી જાય છે. 

સોશિયલ મીડિયા પર ગુજરાતના આ વીડિયોને લોકો બહુ જ પસંદ કરી રહ્યાં છે. 2 એપ્રિલના રોજ સવારે આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના બાદ અનેક લોકો તેને શેર કરી રહ્યાં છે. સાથે જ વીડિયો બનાવનાર શખ્સના વખાણ પણ કરી રહ્યાં છે. 

 68 ,  1