ઓમિક્રૉન વેરિયન્ટને પ્રવેશતા અટકાવવા ગુજરાત સરકાર એલર્ટ

11 દેશોમાંથી ગુજરાત આવતા નાગરિકો પર RT-PCR રિપોર્ટ ફરજિયાત

દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ જેને ઓમિક્રૉન નામ આપવામાં આવ્યું તેને લઈને ખૂબ જ ચિંતા ફેલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદી પણ તાબડતોબ ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ હવે અલર્ટ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ વેરિયન્ટનાં કારણે દુનિયાના કેટલાય દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે, WHOએ પણ દુનિયા આખીને અલર્ટ થઈ જવા માટે ચેતવણી આપી છે. નિષ્ણાતો માને છે કે આ નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખતરનાક છે.

ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. વેરિયન્ટને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે 11 દેશોમાં ગુજરાત આવતા નાગરિકો પર RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતનાં કોઈ પણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ દેશથી આવતા લોકોએ RTPCR બતાવવો પડશે.

કયા દેશો માટે લાગુ થશે નિયમ
દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, હોંગકોંગ, ચીન, યૂરોપ, UK, ન્યુઝિલેન્ડ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે

 82 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી