September 26, 2020
September 26, 2020

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની કરી જાહેરાત

આગામી લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે.

રાજ્ય સરકારે મગફળીની ખરીદીને લઇ ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. આગામી લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી આપી છે. બેઠક બાદ ગુજરાતના ખેડૂતો માટે જાહેરાત કરાઈ કે, 1055 રૂપિયા પ્રતિ મણના ભાવે લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે. 

વધુ માહિતી આતા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે રાજ્યમાં લાભપાંચમથી મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ખેડૂતોને મુશ્કેલી ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યમાં નાગરિક પુરવઠા નિગમ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે.

રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી પ્રતિ મણ રૂ.1055ના ભાવે થશે. પુરવઠા નિગમમાં ખરીદી માટે પૂરતો સ્ટાફ અપાશે. મગફળીની ખરીદીને લઇને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આ અંગે મહેસૂલ-કૃષિ વિભાગના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવશે.

કોરોનાની ગાઇડલાઇન સાથે આ વખતે પહેલીવાર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટૂંક સમયમાં મગફળી ખરીદી માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરાશે. સેન્ટરોની પણ ખેડૂતોને જાણ કરવામાં આવશે. તો નોડલ એજન્સી તરીકે આ વખતે પણ નાગરીક પુરવઠા નિગમને જવાબદારી સોંપાઇ છે. બે વરસથી નિગમ જ મગફળીની ખરીદી કરે છે. જો કે આ વખતે સ્ટાફના અભાવે આ ખરીદીમાં જોડાવાની નિગમ તરફથી ઇન્કાર કરાયો હતો.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર