September 19, 2020
September 19, 2020

અતિવૃષ્ટિ પર સરકારની જાહેરાત : 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેમને વળતર મળશે

ખેડૂતોને એસડીઆરએફના 33 ટકાના ધોરણો અનુસાર સહાય મળશે

રાજ્યમાં ભારે વરસદાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકારે ખેડૂતોને એસડીઆરએફના 33 ટકાના ધોરણો અનુસાર સહાયની જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકમાં લેવાયે નિર્ણય મુજબ, સમગ્ર રાજ્યમાં આગામી 15 દિવસમાં કૃષિ વિભાગ દ્વારા સરવે કરાશે. જેમાં ખેડૂતોને એસડીઆરએફના 33 ટકાના ધોરણો અનુસાર સહાયની ચૂકવણી કરાશે. 

આ અંગે વધુ માહિતી આપતા કૃષિમંત્રી આર સી ફળદુએ કહ્યું હતું કે, રાજ્યમાં એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે. એસડીઆરએફના ધોરણો પ્રમાણે 33 ટકાથી વધુ નુક્સાન હોય તો જ લાભ મળે છે. કૃષિમંત્રીએ એ પણ સ્વીકાર્યું છે કે સમગ્ર રાજ્યમાં કૃષિપાકોને નુક્સાન થયું છે. 

હાલમાં ગુજરાતમાં જોરદાર વરસાદ વચ્ચે ખેડૂતોને મોટાપાયે નુકસાન ગયું છે. રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ છે. રાજ્યમાં 125 ટકા વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુક્સાન થયું છે. સરકારે પણ સ્વીકાર્યું છે કે, ખરીફ પાકમાં ફૂગ લાગી છે. કઠોળ પાકોને ભારે નુક્સાન થવાની સાથે પાક કોહવાઈ ગયો છે.

ત્યારે આગામી પંદર દિવસમાં સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર નુકસાનીવાળા તમામ ખેડૂતોને સહાયતા કરશે. નોંધનિય છે કે, રાજ્યમાં અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ આગામી રવિ સીઝન તથા ઉનાળુ સીઝન માટે ખેડૂતો આ પાણીનો ભરપૂર ફાયદો ઉઠાવી શકશે. આગામી બે વર્ષ માટે પહોંચી જાય તેટલું પાણી કુદરતે આપી દીધું છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર