ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય

જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ગુજરાત સહિતના રાજ્યોમાં મેઘરાજાએ વિદાય લીધી છે પરંતુ દેશના અમુક રાજ્યોમાં મેઘરાજાએ જતાં જતાં ઉત્તરાખંડ, કેરળને ઘમરોળ્યું છે.ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે પરિણામે અનેક ગુજરાતીઓએ બચાવવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી જેને પગલે ગુજરાતની ભૂપેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. નોંધનીય છે કે, વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા હાલ ચારેય ધામ યાત્રા બંધ કરી દેવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના CM સાથે વાત કરી હતી અને ગુજરાતીઓ અંગે માહિતી મેળવી હતી હાલ તો બીજી તરફ ગુજરાતના મુખ્ય સચિવે પણ ફસાયેલા ગુજરાતીઓ સાથે વાત કરી હતી, અને તમામને મદદ કરવાની ખાતરી આપી છે. મુખ્યસચિવે ઉત્તરાખંડના સ્થાનિક વહિવટી તંત્ર પાસે માહિતી મેળવી હતી જેમાં યાત્રાએ ગયેલા તમામ ગુજરાતીઓ સલામત હોવાનું જણાવ્યું છે.

ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે. અનેક ગુજરાતીઓએ બચાવવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી હતી. હવે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે પણ મદદની ખાતરી આપી છે.

કેદારનાથ સહિત ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયેલા ગુજરાતીઓને બચાવવા માટે રાજ્ય સરકાર આગળ આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. તો રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા 07923251900 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. રાજ્ય સરકાર ગુજરાતીઓને પરત લાવવા માટે સક્રિય થઈ છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી