‘રેમડેસિવીર’ મામલે રૂપાણીની સાથે કોંગ્રેસે પણ પાટીલને લગાવ્યા તિખા શાબ્દિક ‘ઇન્જેક્શન’

રૂપાણીએ હાથ અધ્ધર કર્યા, કોંગ્રેસ કહ્યું – પાટીલની ધરપકડ કરો

ગુજરાતમાં સરકાર પાસે પણ હાલ કોરોનાના રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે ત્યારે ભાજપ પ્રમુખ દ્વારા મફત વહેંચણીથી ભારે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ દ્વારા CM રૂપાણી અને ભાજપ ઉપર આકરાં પ્રહારો કરવામાં આવ્યો છે. અને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ છે. તો બીજી બાજુ આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને CM વિજય રૂપાણીએ ઈન્જેક્શનને લઈને સ્પષ્ટતા કરી છે.

સુરતમાં રેમડેસિવિરના ઈન્જેક્શન ભાજપ દ્વારા અપાતાં ઉહાપોહ મચી ગયો છે. જેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે નિવેદન આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે કોઈ મદદ કરી નથી. હું પોતાની રીતે ઈન્જેક્શન લાવ્યું છું. સેવાભાવી લોકોએ પાંચ હજાર ઈન્જેક્શન ખરીદ્યા છે. તો બીજી બાજુ સુરતમાં ભાજપ દ્વારા ઈન્જેક્શન વિતરણ મુદ્દે નિવેદન આપતાં CM રૂપાણીએ કહ્યું કે ભાજપ દ્વારા વ્યવસ્થા અંગે સરકારને લેવા દેવા નથી. સી.આર.પાટીલે વ્યવસ્થા કરી છે.

સુરતમાં ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે લોકો માટે રેમડેસિવીર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા, તે અંગે સવાલ પૂછતા મુખ્યમંત્રીએ એવુ કહ્યુ કે, એ તો સીઆર ને ખબર, સીઆરને પૂછો. પરંતુ સીઆર પાટીલે પોતે સુરતની ચિંતા કરીને 5000 રેમડેસિવીરની કેવી રીતે વ્યવસ્થા કરી તે પૂછશો તો જવાબ મળશે. સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભાજપે કરી તે અલગ છે. તેનો સરકારની વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. ટેન્ડરનો ભાવ અને ગુવાહાટીથી જે જથ્થો આવે છે તેના ભાવમાં ફેર છે. સરકાર ઉંચા ભાવે ખરીદી શકે તે મથી. અમે માટે એજન્સી તરીકે કિરણ હોસ્પિટલને મદદ કરી છે. એ હોસ્પિટલ કેવી રીતે અને કોને આપે તેની સાથે સરકારને કંઈ લેવાદેવા નથી. સુરતને સતત ઈન્જેક્શનનો જથ્થો આપી રહ્યાં છે. કિરણ હોસ્પિટલને જે જથ્થો મળ્યો છે તે સરકારે આપેલો છે. 

આમ, મુખ્યમંત્રીની વાત પરથી સ્પષ્ટ દેખાય છે કે રેમડેસિવીર ઈન્જેક્શન અંગે તેમના અને સીઆર પાટીલ વચ્ચે કોઈ તાલમેલ નથી. જયાં ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે, ત્યાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે રાહત દરે ઈન્જેક્શનની વહેંચી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું જણાવ્યું. 

CR પાટીલ રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા તેનો જવાબ આપેઃ ચાવડા

સુરતમાં શહેર ભાજપે રેમડેસિવિર ઈંજેક્શનનું વિના મૂલ્યે વિતરણ શરૂ કરતા રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું છે કે આખા ગુજરાતમાં ઈંક્શનની અછત છે. લોકોને ઈંજેક્શન નથી મળી રહ્યા ત્યારે સી.આર પાટીલ 5 હજાર ઈંજેક્શન ક્યાંથી લાવ્યા તેનો મુખ્યમંત્રીએ જવાબ આપવો જોઈએ. વિવાદ થતા પાટીલે કહ્યું કે સુરતમાં સેવાભાવી લોકોએ પાંચ હજાર ઈંજેક્શન ખરીદ્યા છે અમે સરકારની સાથે સાથે પૂરક ઈંજેક્શન તરીકે આપવાના છીએ. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ પાસે ઈન્જેક્શન ક્યાંથી આવ્યા, તપાસના આદેશ આપવાથી કશું થવાનું નથી તેવું ચાવડાએ જણાવ્યું હતું.

પાટીલ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરો – અર્જુન મોઢવાડીયા

કોરોનાની મહામારીને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદને યોજીને જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઈન્જેક્શન હોસ્પિટલમાં અને મેડિકલમાં મળતા નથી. પરંતુ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પાસે આ ઇન્જેક્શન જથ્થો કેવી રીતે પહોંચ્યો. આ સાથે મોઢવાડિયાએ સી.આર.પાટીલ પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે ભાજપ પ્રમુખ CR પાટીલ અને મેયર પાસે ઈન્જેક્શનનો જથ્થો કેવી રીતે પહોંચ્યો. મોઢવાડિયાએ પાટીલ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા અને કાયદાકીય પગલાં લેવા માગ કરી છે. આ ઉપરાંત મોઢવાડિયાએ કહ્યું કે, યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટનો સહારો લઈશું.

કેન્દ્રની ટીમે કહ્યું કે ઇન્જેક્શનની કાળા બજારી થઇ રહી છે: મનીષ દોષી

મનિષ દોશી  વધુમાં જણાવ્યુ હતુ કે, ફૂડ અને ડ્રગ્સ વિભાગ કેમ ભાજપના તમાશાને ચૂપચાપ જોઇ રહ્યું છે. રેમડેસિવિરના બેફામ કાળાબજાર સામે વ્યવસ્થા ના કરી. સરકારે ઇન્જેક્શનની વ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે. પોતાના મળતીયાઓને કાળાબજારી કરવાની છૂટ આપી છે. કેન્દ્રની ટીમે કહ્યું કે ઇન્જેક્શનની કાળા બજારી થઇ રહી છે. 

તપાસના આદેશ અપાયા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નરે આ મામલે નોંધ લેતા તપાસના આદેશ આપ્યાં છે. વિભાગે કહ્યું છે કે આ મામલે તપાસ સોંપાઈ છે અને ક્યાંથી આવ્યા તેમ જ ભાજપના કાર્યાલય પર તેના વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું તે પણ તપાસ કરવામાં આવશે. નિયમોઅનુસાર કોઈ ખાનગી જગ્યાએ આ ઈન્જેક્શનનું સરકારની પરવાનગી વિના વિતરણ ન કરી શકે. ઉપરાંત ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના પણ આ ઈન્જેક્શન આપી શકાય નહીં. 

 32 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર