September 20, 2021
September 20, 2021

ગુજરાત સરકારે ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે કર્યા MOU

MSME ઉદ્યોગોને ઘરઆંગણેથી મળશે વિશ્વ વેપાર-કારોબારની તક  

રાજ્યના MSME વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME  કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ MOU પર હસ્તાક્ષર કર્યા હતા.

ઉદ્યોગો માટે ઇ-કોમર્સ એક્સપોર્ટના નવા દ્વાર ખુલશે

આ MOU અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે.

એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ,જેમ એન્ડ જવેલરી,હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમએસએમઇને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

 19 ,  1