ગુજરાત સરકારની ખેડૂતોને વધુ એક ભેટ, મોબાઈલ ખરીદવા કરશે સહાય

મોબાઈલની ખરીદ કિંમતમાં ખેડૂતોને 10% ની સહાય કરવામાં આવશે…

ગુજરાતના ખેડૂતોને ખરા અર્થમાં દિવાળી ફળી છે. એક તરફ કૃષિ કાયદાના નાબૂદીને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, ત્યાં બીજી તરફ, ખેડૂતો માટે રાજ્યની સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકાર ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય કરશે. મોબાઈલની ખરીદ કિંમતમાં ખેડૂતોને 10% ની સહાય કરવામાં આવશે. તેમજ વધુમાં વધુ 1500 રૂપિયાની ખેડૂતોને સહાય કરાશે. આ માટે ખેડૂતોએ ઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

કૃષિ વિભાગ દ્વારા આ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતોને હવે સ્માર્ટ અને ટેકનોસેવી બનાવવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજનાને સરકારે મંજૂરી આપી છે. આ સહાય અંતર્ગત ખેડૂતોને તેમના ખરીદાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા મળશે. અથવા તો 1500 રૂપિયા મળશે. આ યોજના માટે રાજ્ય સરકારે ખાસ 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 

એટલે કે જો ખેડૂત દ્વારા 8 હજાર રૂપિયાનો સ્માર્ટ ફોન ખરીદવામાં આવે તો 800 રૂપિયાની સહાય મળશે પરંતુ 15 હજારથી વધુની કિંમતનો સ્માર્ટ ફોન ખરીદાય તો મહત્તમ 1500 રૂપિયાની જ સહાય મળશે.  

ચૂંટણી પહેલા ગુજરાતના ખેડૂતોને રીઝવવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ છે. ગુજરાતમાં અંદાજે 50 લાખ ખેડૂત ખાતેદારો નોંધાયા છે. જેમાંથી માત્ર 1 લાખ જેટલા ખેડૂતોન આ યોજનાનો લાભ મળી શકશે. 

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી