સરકારનો પરિપત્ર, ગુજરાત સરકારના ક્લાસ વન અધિકારી IAS બની શકશે

સરકારમાં છેલ્લા 8 વર્ષથી ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા અને 56 વર્ષથી નીચેની વય ધરાવતા હોય એવા અધિકારીઓની IAS કેડરમાં સમાવેશ કરવામાં આવશે. આ અધિકારીઓની ઉંમર 1 જાન્યુઆરી 2018ના રોજ 56 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.

ગુજરાત સરકારે આગામી દિવસોમાં IAS કેડરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત સરકારમાં આગામી વર્ષોમા મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને સનદી અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જેને કારણે મોટા ભાગની જગ્યાઓ ખાલી પડશે.

વધુ જાણકારી અનુસાર નિયત ફોર્મ ભરાવીને ગ્રેડ આપવામાં આવશે, જેના આધારે GAS અને જીપીએસ જેવી પોસ્ટ સિવાયના વિભાગના અધિકારીઓને સનદી અધિકારી તરીકે નિમણૂંક આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી