ગુજરાત સરકારનું મોતના આંકડાને લઇને બેવડું વલણ

સરકારી ચોપડે મૃત્યુઆંક અલગ, સુપ્રીમ કોર્ટમાં અલગ, સત્ય શું ?

ગુજરાત સરકારને અત્યાર સુધી પીડિત પરિવારો તરફથી રૂપિયા 50 હજાર ચૂકવવા અંગેની 34,678 અરજીઓ મળી, જેમાંથી 19,964 લોકોને સહાયતા રકમ ચૂકવી દેવાઈ છે. ગુજરાતમાં કોરોના સંક્રમણથી થયેલા મોતનો આંકડો 10,099 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં 19,964 લોકોને સહાય આપી હોવાની વાત કરી છે.

સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણથી થયેલા મોત અને તેની સહાય ચૂકવવા બાબતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર સરકારને જ્યારે ફટકાર લગાવી છે, ત્યારે આ આંકડો સામે આવ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં રજુ કરાયેલા સોગંદનામામાં સરકારને અત્યાર સુધી પીડિત પરિવારો તરફથી રૂપિયા 50 હજાર ચૂકવવા અંગેની 34,678 અરજીઓ મળી છે. જેમાંથી રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19,964 લોકોને સહાયતા રકમ ચૂકવી દીધી છે. તેના પરથી સ્પષ્ટ થયું છે કે, 19,964 લોકોના સંક્રમણથી મોત થયા છે.

સુપ્રીમ કોર્ટે ગ્રામીણ ક્ષેત્રમાં સહાય અંગે માહિતી આપવા શુ પ્રક્રિયા હાથ ધરી છે તે અંગે પણ જાણકારી માંગી હતી ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં સહાય અંગે કેવી રીતે માહિતી આપી રહ્યા છે તેવા પણ સવાલ કર્યા હતા. જેના જવાબમાં ગુજરાત સરકારે કહ્યું કે, અમે ઓલ ઇન્ડિયા રેડિયો પર માહિતી આપી રહ્યા છીએ. તો સુપ્રીમ કોર્ટે લાગલો સવાલ કર્યો હતો કે, ઓલ ઇન્ડિયા કોણ સાંભળે છે ? કોરોના સહાય અંગે સ્થાનિક સમાચાર પત્રો અને સ્થાનિય ચેનલોમાં કેમ માહિતી નથી અપાઈ રહી ? જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે, અમે આવતીકાલ સુધી માહિતી અંગે સમસ્યાનુ નિકાલ લાવીશુ. આગામી સુનવણી 15 ડિસે, બપોરે 3.30 વાગ્યે હાથ ધરાશે

આજે રાજ્યભરમાં કોરોનાના વધુ 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 56 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 549 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે આજે કોરોનાને વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જેને લઇને રાજ્યભરમાં સરકારના આંકડા અનુસાર અત્યાર સુધીમાં 10099ના મૃત્યુ થઇ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 817543 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા છે. રાજ્યભરમાં આજે 2.56 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.55 કરોડથી વધુ ડોઝ અપાયા ચૂક્યા છે.

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે. જ્યારે વડોદરામાં 13 કેસ, ભાવનગરમાં 5 કેસ, કચ્છમાં 5, નવસારીમાં 4 કેસ, રાજકોટમાં 5 કેસ, પાટણમાં 2 કેસ, સુરત જિલ્લામાં આજે 2 કેસ નોંધાયા, ગાંધીનગરમાં વધુ 2 કેસ અને ગીર સોમનાથમાં એક કેસ નોંધાયા છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી