September 25, 2022
September 25, 2022

ગુજરાતમાં નેચરલ ગેસનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ભાવમાં મોટી રાહત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેચરલ ગેશનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને પ્રતિ એસએમડી રૂ. 2.50ની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાના, મધ્યમ અને મોટા કદના ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વધુ ઉપયોગ કરે એ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં નેચરલ ગેસના વર્તમાન દરોની સમીક્ષા કરવામાં આવી હતી.

તાજેતરમાંજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નેચરલ ગેસના વર્તમાન દરોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રદૂષણમુક્ત રીતે ઔદ્યોગિક ગૃહો ઉત્પાદન કરે તે માટે નેચરલ ગૅસ વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને ગેસના ભાવમાં રાહત આપવા આ બેઠકમાં મુખ્યમંત્રીએ કરેલા સૂચનને પગલે આ જાહેરાત કરવામાં આવી છે.

આ ઉદ્યોગોને વર્તમાન નેચરલ ગેસ દરોમાં રાહત આપી તેમની ઉત્પાદન કિંમતમાં ઘટાડો કરી રાજ્યની જનતાને વધુ સસ્તા ભાવે જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે. સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ ઘટાડાના પરિણામે અન્ય ઉદ્યોગો પણ નેચરલ ગેસના ઉપયોગ તરફ આકર્ષિત થશે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં હાલ 8,910 ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વપરાશ કરે છે, જેમાં ૫૦ ટકા કરતાં વધુ એટલે કે 4.903 ઉદ્યોગોગૃહો ગુજરાતમાં છે. આ ઉદ્યોગોને વર્તમાન નેચરલ ગૅસના દરોમાં રાહત આપી તેમની ઉત્પાદન કિંમત ઘટાડી રાજ્યની જનતાને વધુ સસ્તા ભાવે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે. ભાવ ઘટાડાના પરિણામે રાજ્યના અન્ય ઉદ્યોગો પણ નેચરલ ગેસના ઉપયોગ માટે આકર્ષિત થશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી