September 23, 2020
September 23, 2020

ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં, HCનો આદેશ

રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવા HCનો આદેશ, ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે

ઓનલાઈન શિક્ષણ બાબતે હાઇકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે જૂના પરિપત્રને રદ્દ કરીને રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ આપ્યો છે. સાથે જ સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટયુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે તેવું પણ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે.

આજે આ મામલે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે વાલીઓને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે કહ્યું કે, કોરોના કાળમાં જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી સિવાય કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાશે નહીં. આમ હાઈકોર્ટના આ ચુકાદા બાદ વાલીઓને રાહત મળશે.

તો બીજી તરફ હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યુ કે, અમે હાઈકોર્ટના નિર્ણયને આવકારીએ છીએ. તેમણે કહ્યું કે, આ મુદ્દે શાળા સંચાલકો સાથે બેઠક યોજવામાં આવશે. આ બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, શાળા સંચાલકો પણ વાલીઓના હિતમાં વિચારે તે વિનંતી કરવામાં આવશે.

હવે આ મામલે આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકારના નિર્ણયને સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. વાલીઓ-સંચાલકોને સાંભળીએ સરકાર કોર્ટમાં નવો પરિપત્ર રજૂ કરી શકે છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર