ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હવે, તેમની સામે કરવામાં આવેલા કેસમાં ગુજરાત પોલીસ તપાસ કરશે નહીં. માત્ર દિલ્હીની પોલીસ જ તપાસ કરશે. ગાંધીનગરની પોલીસ દહિયાને તપાસના સંદર્ભમાં પુછપરછ માટે બોલાવી શકશે.

આઈએસએસ ગૌરવ દહિયા સામે થયેલી ફરિયાદનો મામલો હાઈકોર્ટમાં આજે ચાલ્યો હતો. આઈએએસ દહિયા અને તેમની સામે ફિયાદ કરનારી પીડિતા લીનું સિંહ બંને હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. આ અગાઉ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા માટે રજુ કરવાના નિર્દેશ આપ્યા હતા.

દહિયાના વકીલે હાઈકોર્ટમાં દલીલો રજુ કરતા જણાવ્યું કે, દહિયા સામે કુલ 3 અરજી દાખલ કરવામાં આવી છે. તેઓ અલીગઢમાં કરાયેલી ફરિયાદમાં હાજર ન રહેતાં દિલ્હીમાં ફરિયાદ કરી હતી અને દિલ્હીની ફરિયાદમાં ગાંધીનગરને સીસી માર્ક કરવામાં આવ્યું છે. આથી, દહિયા સામે કોઈ એક જ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે તેવી દહિયાના સરકારી વકીલે માગણી કરી હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી