અમદાવાદ: ખનિજ ચોરી કેસમાં સસ્પેન્ડ કોંગી MLA ભગવાન બારડને હાઈકોર્ટની રાહત

કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની સજા પર હાઈકોર્ટે સ્ટે મુક્યો છે. આ પહેલા ભગવાન બારડને ગત માર્ચમાં 1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. જેની સામે ભગવાન બારડે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અગાઉ સજાના હુક્મ સામે મનાઈહુક્મ આપવાના મુદ્દે સેશન્સ કોર્ટમાં ત્રીજી વખત મેટરની ફરીવાર સુનાવણી થઈ હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે અપીલ રદ કરતાં હાઇકોર્ટમાં આ ત્રીજી વખત પિટિશન થઈ છે.

આ ઉપરાંત સુત્રાપાડા કોર્ટે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં હતા. જેને પગલે ચૂંટણીપંચે તાલાલા બેઠકની પેટાચૂંટણી જાહેર કરી હતી. તેની સામે ભગવાન બારડ હાઈકોર્ટમાં ગયા હતા. પરંતુ હાઈકોર્ટે બારડની અરજી ફગાવી દીધી. હાઈકોર્ટમાંથી પછડાટ મળ્યા બાદ ભગવાન બારડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં સુપ્રીમ કોર્ટે તાલાલા બેઠકની પેટાચૂંટણી પર રોક લગાવી હતી.

ન્યાયર્મૂતિ સોનિયાબહેન ગોકાણીએ સેશન્સ કોર્ટના હુક્મમાં મનાઈહુકમ આપવા પાછળના કારણો જણાવ્યા નહીં હોવાથી સેશન્સ કોર્ટનો હુક્મ રદબાતલ ઠરાવીને નવેસરથી સાંભળવા આદેશ આપ્યો હતો. જેથી વેરાવળ સેશન્સ કોર્ટે નવેસરથી સુનાવણી હાથ ધરીને સજાના હુક્મ સામે આપેલો મનાઈહુક્મ રદ ઠરાવ્યો હતો.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી