ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવા છતાં ધારાસભ્ય પદ ચાલુ રહેવા મામલે ગુજરાત હાઈકોર્ટે આ નોટિસ ફટકારી છે.
આ નોટિસ કોંગ્રેસની રજૂઆતના પગલે ફટકારવામાં આવી છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર અનેક વખત મીડિયા સાથે વાતચીત કરતા કહી ચુક્યો છે કે તે ધારાસભ્ય પદેથી રાજીનામું નહીં આપે તેમજ રાધનપુરના લોકોની સેવા કરતો રહેશે.
અલ્પેશને ગેરલાયક ઠેરવવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજી હાઇકોર્ટે સ્વીકારી લીધી છે. આ અંગે વધુ સુનાવણી 27મી જૂનના રોજ હાથ ધરાશે. નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસની નેતાગીરી સતત ઉપેક્ષા કરી રહી હોવાના આક્ષેપ બાદ અલ્પેશ ઠાકોરે આ વર્ષે એપ્રિલમાં કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું.
36 , 1