ગુજરાત હાઈકોર્ટને મળ્યા વધુ એક જસ્ટિસ, જસ્ટિસ વિનીત કોઠારીએ લીધા શપશ

ગુજરાત હાઈકોર્ટને વધુ એક જસ્ટિસ મળ્યા છે. જસ્ટિસ વિનીત કોઠારીએ શપથ ગ્રહણ કર્યા છે. જસ્ટિસ વિનીત કોઠારી રાજસ્થાન, મદ્રાસ હાઈકોર્ટમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. આજથી તેઓ ગુજરાત હાઈકોર્ટને પોતાની સેવાઓ આપશે. જસ્ટિસ વિનીત કોઠારીના શપથગ્રહણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

ગત મહિને સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જસ્ટિસ કોઠારીની બદલી ગુજરાતમાં કરવા ભલામણ કરી હતી અને આ ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જસ્ટિસ કોઠારી કમપની લૉ, ટેક્સ, કોમર્શિયલ, બંધારણ અને આર્બિટ્રેશન ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા હતા.

જસ્ટિસ કોઠારીએ રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ દ્વારા કારકિર્દીની શરૃઆત કરી હતી. જૂન-૨૦૦૫માં રાજસ્થાન હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ બાદ તેમણે ૧૧ વર્ષ રાજસ્થાન હાઇકોર્ટમાં ફરજ બજાવી હતી. એપ્રિલ-૨૦૧૬માં તેમની બદલી કર્ણાટક હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. નવેમ્બર-૨૦૧૮થી તેઓ મદ્રાસ હાઇકોર્ટમાં સેવા આપી રહ્યા છે.

 20 ,  1