September 28, 2020
September 28, 2020

ફી મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર રદ કરવાનો હાઇકોર્ટનો આદેશ, શાળા સંચાલકો શિક્ષણ ચાલુ રાખે

સ્કૂલ ફી મામલે આજે હાઈકોર્ટે મોટો ચૂકાદો, રાજ્ય સરકારનો પરિપત્ર રદ કર્યો

રાજ્યામાં સ્કૂલ ફી મુદ્દે હાઇકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. જેમાં સ્કૂલ સંચાલકો માટે રાહત તો વાલીઓ માટે માઠા સમાચાર છે. હાઇકોર્ટે રાજ્ય સરકારે દ્વારા રજૂ કરવામાં આવેલા પરિપત્રને રદ કરવાનો આદેશ કર્યો છે. સાથે હાઇકોર્ટે શાળા સંચાલકોને શિક્ષણ ચાલું રાખવા આદેશ આપ્યો છે.

ઓનલાઈન શિક્ષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી થઈ. ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા સામે સરકારે મૂકેલા પ્રતિબંધને ખાનગી શાળા સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણ અંગેના જીઆરમાં ફી માફીનો મુદ્દો અયોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે. આ ઉપરાંત હાઈકોર્ટે શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. 

હાઈકોર્ટે કહ્યું કે ફી માફીનો મુદ્દો પરિપત્રમાંથી રદ કરો. શાળાઓ અને વાલીઓ વચ્ચે સંકલન જળવાવવું જોઈએ. સરકાર સાથે શાળા સંચાલકો ચર્ચા કરીને વચગાળાનો કોઈ ઉકેલ શોધે. આ બાજુ શાળા સંચાલકો તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે શાળા શરૂ થાય નહીં ત્યાં સુધી શાળાઓ ફી ન લઈ શકે તેવો નિર્ણય સરકાર કરી શકે નહીં. આવો ઠરાવ સરકાર બહાર ન પાડી શકે. 

કોર્ટે જો કે પરિપત્રના બાકીના મુદ્દાઓ યથાવત રાખ્યા છે. કોર્ટમાં સરકારે પોતાની રજૂઆતમાં કહ્યું કે શાળાઓ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી. શાળા સંચાલકોએ પણ હવે સરકાર સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે. કોર્ટે ચોખ્ખુ કહ્યું કે શાળા સંચાલકો ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખે બંધ કરે નહીં. 

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર