આજે દેશભરના ડૉક્ટરોની હડતાળ,દર્દીઓની હાલત કફોડી

પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના વિરોધની આંચમાં દિલ્હીના દર્દીઓ પણ તડપી રહ્યાં છે. આજે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. દર્દીઓએ ભટકવાનો વારો આવી ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 18,000 ડોક્ટરો પણ સામેલ થયા છે. જેના કારણે એસજીપીજીઆઈમાં ઓપીડી અને સર્જરી સંપૂર્ણપણે બંધ રહેશે.

જ્યારે કેજીએમયુ અને લોહિયા સંસ્થાનમાં ફેકલ્ટી મેમ્બર્સના સહારે ઓપીડી ચલાવવાનો દાવો કરાયો છે. કેજીએમયુ, લોહિયા અને એસજીપીજીઆઈના રેસિડેન્ટ ડોક્ટરોએ કાર્યના બહિષ્કારની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર હુમલાના વિરોધમાં આઈએમએ પણ સમર્થનમાં ઉતર્યું છે. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર નહીં મળી શકે. લગભગ 30 હજાર દર્દીઓ પ્રભાવિત થઈ શકે છે. અઢી હજાર જેટલા દર્દીઓના ઓપરેશન ટળે તેવા અણસાર છે. બધાની માગણી છે કે કોલકાતામાં ડોક્ટરો પર હુમલા કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ડોક્ટરોને તેમના કાર્યસ્થળ પર સુરક્ષા આપવામાં આવે.

ડોક્ટરોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે, ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદો ઘડવો જોઈએ. નવા કાયદામાં હુમલા બદલ ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ કરવી જોઈએ. પોક્સોના કાયદાની માફક તૂર્ત જ ફરિયાદ નોંધાય અને પગલાં લેવાય તેવું થવું જોઈએ.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી