September 27, 2020
September 27, 2020

ભૂમાફિયોની હવે ખેર નથી..! 6 મહિનામાં જ ફેંસલો, થથે 14 વર્ષની જેલ

 ભૂમાફિયાઓ સામે સરકારે ગાળિયો કસ્યો, ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ને કેબિનેટે આપી મંજૂરી

રાજ્યમાં ભૂમાફિયાઓ સામે રૂપાણી સરકારે ગાળિયો કસ્યો છે. ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર લોકોની હવે ખેર નહીં. ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટના પ્રસ્તાવ રજૂ કર્યો છે. કેબિનેટ બેઠકમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આજે રાજ્યની કેબિનેટ બેઠકમાં ભૂમાફિયાઓ પર અંકુશ મેળવવા માટે સરકારે નિર્ણય કર્યો હતો. અને આ માટે લાવવામાં આવેલાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. આ મામલે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે, જમીનની કિંમતો વધતાં ભૂમાફિયાઓનું જોર વધ્યું છે. અને તેમના પર અંકુશ મેળવવા માટે સરકાર આ કાયદો લઈને આવી છે. આ કાયદામાં જમીન હડપનારને 10થી 14 વર્ષની સજાની જોગવાઈ છે. અને કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ કેસનો ચુકાદો 6 માસમાં આવશે. આ ઉપરાંત iORA પોર્ટલ પર મહેસૂલી સેવાઓની અરજી કરી શકાશે તેવું પણ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવા આ કાયદો બનાવ્યો છે.

જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલીકીની કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલીકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી લતા હોય છે. ત્યારે આવા લોકો સામે રૂપાણી સરકારે લાલ આંખ કરી છે. જેને લઇ લેન્ડ ગ્રેબિંગ એક્ટના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયોને અંકુશમાં લેવાની સાથે સાથે ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતો જાળવવા માટે આ કાયદો મહત્વરૂપ બની રહેશે ભૂમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવાને લગતા કેસોમાં પારદર્શક તપાસ થાય અને ભૂમાફિયાઓને યોગ્ય સજા કરવા માટે સ્પેશિયલ કોર્ટ પણ રચવાની જોગવાઈ આ કાયદા મારફતે કરવામાં આવશે. આ ખરડાના પ્રસ્તાવમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ જમીનની માલિકી પોતાની હોવાનું પુરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાને માથે નાખવામાં આવી છે.

 122 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર