ગુજરાત: ભણવાની ઉમરમાં બાળકો પાસે કરાવવામાં આવે છે દારૂની તસ્કરી!

નાના બાળકોને ભણાવવાના બદલે તેમની પાસે દારૂની તસ્કારીઓ કરાવવામાં આવે છે. તેમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય હકીકત છે. બુટલેગરો બાળકો પાસે દારૂની હેરાફેરી કરાવી રહ્યા છે. દમણથી સુરત સુધી બુટલેગરો ટ્રેન મારફતે દારૂની તસ્કરી કરાવે છે. બાળકોની સરેરાશ ઉમર 7થી 20 વર્ષ વચ્ચેની જણાવવામાં આવી રહી છે.

હાલમાં જ એક આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કચ્છ એક્સપ્રેસમાં બાળકો દારુ લઈને જતા હતા પરંતુ મુસાફરોએ તેમણે રંગે હાથ પકડ્યા હતા. બાળકો શરીર પર પટ્ટા વડે દારૂ બાંધીને હેરફેર કરતા ઝડપાયા છે. હાલમાં આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકો પાસેથી દારૂની હેરાફેરી કરાવવામાં આવે છે.

દારુ લઈને જનાર બાળકોને મુસાફરોએ નવસારી સ્ટેશન પર ઉતર્યા હતા અને વધુ માત્રમાં બાળકોના શરીર પર બાંધવામાં આવેલો દારુ ઝડપ્યો હતો. આ બાબતની રેલ્વે પોલીસને જાન થતા તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી