વાયુ વાવાઝોડાની અસર, અનેક તાલુકાઓમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ

રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. સવારે 8.00 વાગે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 37 તાલુકાઓ એવા છે કે જ્યાં 12 મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને 45 મી.મી. એટલે કે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 108 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38, વિસનગરમાં 36, વડનગરમાં 21, મહેસાણામાં 22 અને ઊંઝામાં 11 મી.મી. વરસાદ પડ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43, હિંમતનગરમાં 34, ઇડરમાં 22, ખેડબ્રહ્મામાં 21, તલોદમાં 21, વડાલીમાં 18થી16 મી.મી. વરસાદ પડ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33, પાલનપુરમાં 17, દિયોદરમાં 14, દાંતા અને ડિસામાં 12-12 મી.મી. વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડમાં 33 મી.મી. વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં 33 અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૨૫ મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી.

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26મી.મી. વરસાદ નોંધાયો છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી