સાબરકાંઠા: પ્રાંતિજમાં કિશોરીઓની છેડતી કરનાર બદમાશ ઝડપાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ટયુશન કલાસીસ જતી બાળાઓને છેડતી કરતા બદમાશ યુવકો સામે પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોધી તપાસ હાથધરી છે. ઘટનાની મળતી વિગત મુજબ, પ્રાંતિજ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ટ્યુશન ક્લાસીસથી પરત આવતી બાળકીઓને, આરોપી યોગેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ સોલંકી રસ્તો રોકી ગંદી હરકતો કરતો હતો. એટલું જ નહીં રસ્તામાં બાળકીઓનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો.

આખરે બદમાશની અભદ્ર હરકતો તેમજ જાતિય સતામણીથી કંટાળી બાળકીઓ પોતાના વાલીઓને જાણ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને આધારે પોલીસે આરોપીની અટકાયત કરી, આઇપીસી કલમ-૩૫૪ (ડી) તથા પોસ્કો કલમ-૧૧ (૧) (૪)૧૨ મુજબ ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથધરી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી