ગરીબ રાજ્યોમાં ‘વાયબ્રન્ટ’ ગુજરાતનો ક્રમ જાણી ચોંકી જશો…

નીતિ આયોગે જાહેર કર્યો ચોંકાવનારો રિપોર્ટ

દેશમાં કેટલી ગરીબી છે તે જાહેર કરતો National Multidimensional Poverty Index નીતિ આયોગે જાહેર કર્યો છે. જેમા ગુજરાતનો રિપોર્ટ ખરેખરમાં ચોંકાવનારો છે. નીતિ આયોગના મતે ગુજરાતમાં 18% લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એટલે કે રાજ્યમાં કુલ 1.12 કોરોડ લોકો ગરીબીમાં પોતાનું જીવન કાઢી રહ્યા છે. તેમજ બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે જ્યાં 51.91% વસ્તી ગરીબ છે. દેશનાં ગરીબ રાજ્યોમાં ગુજરાત 13માં ક્રમે છે.

બહુપરીમાણીય ગરીબી સૂચકાંકમાં બિહાર પછી ઝારખંડ બીજા ક્રમે છે, આ રાજ્યની 42.16% વસ્તી ગરીબ છે. આ ઈન્ડેક્સમાં ઉત્તર પ્રદેશ ત્રીજા નંબરે છે. યુપીમાં 37.79% વસ્તી ગરીબ છે. જ્યારે મધ્યપ્રદેશ ચોથા નંબરે છે. અહીંની 36.65 ટકા વસ્તી ગરીબ છે. આ મામલે કેરળ સૌથી શ્રેષ્ઠ છે, જ્યાં માત્ર 0.71% લોકો જ ગરીબ છે.

સર્વે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગીરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગીરીબી છે. જોકે આપને જણાવી દઈએ કે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે.

ગુજરાતમાં 2.11 કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથેજ સાંભળીને આપને નવાઈ લાગશે કે ગુજરાતના 1.56 કરોજ લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત 32.60 લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે. 2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નથી મળતો.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી