છબરડો! ધો.12ની બુકમાંથી 44 પાનાનું આખુ પ્રકરણ જ ગાયબ

રાજ્ય પાઠયપુસ્તક મંડળે ધોરણ ૧૨ સાયન્સમાં આ વર્ષથી NCERT બેઈઝડ નવા પાઠયપુસ્તકો અમલી બનાવ્યાં છે. જેના ભાગરૂપે ફીજીક્સનુ પુસ્તક પણ બદલાયું છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા 44 પાનાનું આખુ ચેપ્ટર જ ગાયબ કરવામાં આવ્યુ છે.

ગુજરાતી માધ્યમનાં ધોરણ 12ની ફીજીક્સનાં પુસ્તકમાં ચેપ્ટર નંબર 15 કમ્યુનિકેશન સિસ્ટમ આખે આખું જ ગાયબ છે. પાઠયપુસ્તક મંડળના આ છેલ્લા તબક્કાના ગંભીર પ્રકારના છબરડાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત શિક્ષકો જ અવઢવમાં મુકાયા છે.

આખા પુસ્તકમાં કમ્યુનિકશન સિસ્ટમ નામનુ પ્રકરણ ક્યાંય છે જ નહી. આથી જ અંગ્રેજી માધ્યમના પુસ્તકના બંન્ને ભાગના કુલ પાના 558 થાય છે. જ્યારે ગુજરાતી માધ્યમના પુસ્તકમાં 34 પાન ઓછાં હોવાથી તેમાં કુલ પાના 524 જ છે. પ્રૂફ રીડીંગમાં કોઈ ક્ષતિ રહી જવાને કારણે કે પ્રિન્ટીંગમાં કોઈ ક્ષતી રહી જોવાને કારણે આ છબરડો સર્જાયો હોવાનું જાણકાર શિક્ષકોનું માનવું છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી