ધો. 9-10 અને 12માં ભલે માસ પ્રમોશન, નિદાન કસોટી લેવામાં આવશે

નવા સત્ર પહેલા લર્નિગ લોસ જાણવા 10થી 12 જુલાઇ દરમિયાન લેવાશે પરીક્ષા

ગુજરાત સરકાર દ્રારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે. નવું સત્ર શરૂ થાય તે અગાઉ વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવામાં આવશે ધોરણ 9,10 અને 12માં ભલે માસ પ્રમોશન મળ્યું પરંતુ લર્નિંગ લૉસ જાણવા માટે પરીક્ષા લેવાશે. જોકે, આ પરીક્ષાની પરિણામ પર કોઇ જ અસર નહી પડે. આગામી ધોરણના વિષયવસ્તુ તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટી લેવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. આ પરીક્ષા ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન તેની કોઈ સ્પષ્ટતા શિક્ષણ વિભાગે કરી નથી. નિદાન કસોટી માટેના પ્રશ્નપત્રો 7 જુલાઈએ બોર્ડ દ્વારા DEOને મોકલવામાં આવશે.

બોર્ડ દ્વારા નિદાન કસોટીના પ્રશ્નપત્રો આપવામાં આવશે. ધોરણ 9, 10 અને 12 ના વિદ્યાર્થીઓની તારીખ 10થી 12 જુલાઈ દરમ્યાન આ નિદાન કસોટી લેવાશે. ધોરણ 9 અને 10માં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયની નિદાન કસોટી યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને બાયોલોજી વિષયની નિદાન કસોટી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, આંકડાશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ અને તત્વજ્ઞાન વિષયની એકમ કસોટી યોજાશે.

ધોરણ 9,10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જ નિદાન કસોટી યોજાશે. જે અધ્યાપનનું સ્તર જાણવા માટે મદદરૂપ થશે. નિદાન કસોટી બાદ સમયાંતરે એકમ કસોટીઓનું આયોજન કરવામાં આવશે. નિદાન કસોટીના અભ્યાસક્રમમાં તેના આગળના ધોરણના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદાઓનો સમાવેશ કરાશે. ધોરણ 9ની નિદાન કસોટી માટે ધોરણ 8ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે.

 63 ,  1