September 26, 2022
September 26, 2022

લોકગાયિકા ગીતા રબારીએ PM મોદી સાથે કરી મુલાકાત, ગાયું ગીત Pics

લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત રોણા શહેરમાં રે……. ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. આ ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં ધૂમ મચાવી છે. 20 મહિના પહેલા આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું.

મુલાકાત બાદ તેણે પીએમ મોદીને એક ગુજરાતી ગીત પણ સમર્પિત કર્યું. તેણીએ કહ્યું કે સંસદમાં પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન એક ગીત પણ સંભળાવ્યું. ગીતા રબારી રાજસ્થાની અને ગુજરાત બે ભાષામાં ગીત ગાય છે.

આ દરમિયાન ગીતા રબારીએ જણાવ્યું કે વર્ષો પહેલા વડાપ્રધાન મોદીએ તેણીને સ્કૂલમાં ગીત સંભળાવ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદીએ તેણીને 250 રૂપિયા આપ્યા અને અભ્યાસ ચાલુ રાખવા કહ્યું હતું. પરંતુ ગીતા રબારી ખુબ ચર્ચિત ગાયિકા બની ચૂકી હતી.

હાલ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ગીતોના આલ્બમ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ગુજરાતની ગીતા રબારીના ગીતને દેશ-વિદેશમાં ખૂબ લોકચાહના સાથે એક માત્ર આ ગીતને 25 કરોડથી પણ વધુ વ્યૂઝ મળેલા છે.

ગીતાએ જણાવ્યું કે મે આ ગીત 2017માં લખ્યું હતું. મોદીજી માટે જ આ ગીત મે ગાયું છે. યુટ્યૂબ પર આ ગીતને કરોડો લોકોએ જોયું છે.

ગીતા રબારીએ પોતાના પ્રખ્યાત ગીત રોણા શહેરમાં ગીત વડાપ્રધાન મોદીને પણ સંભળાવ્યું. ગીતાએ કહ્યું કે હું પોતે ગીત લખું છું અને મોદીજી માટે 2017માં મેં ગીત લખ્યું હતું.

ગીતાએ ગીત ગાતા કહ્યું કે અમે રાજી મોદીજી તારા રાજમાં રે…સહું સહેમત તમારી વાતમાં રે, પછી વટ પડે છે આ વર્લ્ડ માં રે, વટ પડે છે ગુજરાતમાં રે…

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી