દેશની પહેલી ઇલેક્ટ્રિક સીટી બનશે ગુજરાતમાં : વડાપ્રધાન મોદી

કેવડિયામાં દેશના સૌથી પહેલાં ઈલેક્ટ્રિકલ વ્હીકલ ટુરિઝમ ઈનિશિએટિવને લોન્ચ કર્યું હતું

આજે પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં દેશની પહેલી ઈલેક્ટ્રિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભવિષ્યની એક યોજના અંગે હું જાણકારી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આવનારા સમયમાં આ શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો જ ચાલશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના એલાન પહેલાં 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવડિયામાં માત્ર ઈલેક્ટ્રોનિક વાહનોની અવર જવરને મંજૂરી આપવા માટે પ્રાથમિક યોજના તૈયાર કરી દેવાઈ હતી. નેશનલ ટુરિઝમ એડવાઈઝરી કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને પૂર્વ પર્યટન મંત્રી જે જે એલફોન્સે તે સમયે કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પર્યટકોની સંખ્યામાં હવે વધારો થશે. આવામાં અહીંયા વર્લ્ડ ક્લાસ ટુરિઝમની સુવિધાઓ ડેવલપ કરવાનું લક્ષ્ય છે.

આ ઉપરાંત, તેમણે તે સમયે કેવડિયામાં દેશના સૌથી પહેલાં ઈલેક્ટ્રિકલ વ્હીકલ ટુરિઝમ ઈનિશિએટિવને લોન્ચ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈકો ફ્રેન્ડલી ઈ બાઈક્સનું લોકાર્પણ કર્યું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે, ઈ બાઈકસના કારણે પર્યટકોને અહીંયા હેરફેર કરવા માટે સરલતા રહશે. સરકાર ઈ બાઈક્સના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહન આપશે.

વધુમાં ,કેવડિયામાં ઈ બાઈક્સના ઉપયોગ યુરોપમાંથી પ્રેરણા લઈને શરુ કરાયો છે. યુરોપના દેશોમાં પર્યટકો ઈ બાઈક્સ વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે યુરોપમાં ઈ બાઈક્સનું વેચાણ પણ વધ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,‘ક્લાઈમેટ ચેન્જના કારણે આવતા પડકારો મામલે ભારત પણ જાગૃક્ત છે. હવે ઈથેનૉલ 21મી સદીના ભારતની મોટી પ્રાથમિક્તા તરીકે જોડાઈ ગયું છે. ઈથેનૉલ પર ફોક્સથી પર્યાવરણની સાથે ખેડૂતોના જીવન પર પણ સારી અસર થઈ રહી છે. આજે અમે પેટ્રોલમાં 20 ટકા ઈથેનૉલ બ્લેન્ડિંગના ટાર્ગેટને 2025 સુધી પુરો કરવાનો સંકલ્પ લઈ રહ્યાં છીએ. 6-7 વર્ષમાં રિન્યુએબલ એનર્જીની અમારી ક્ષમતામાં 250 ટકાથી વધુનો વધારો થયો છે.

ઈન્સૉલડ રિન્યુએબલ એનર્જી ક્ષમતા મામલે ભારત આજે વિશ્વમાં ટોપ-5 દેશમાં સામેલ છે. તેમાં પણ સૌર ઊર્જાની ક્ષમતા ગત 6 વર્ષમાં લગભગ 16 ગણી વધી છે.’

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર