September 24, 2020
September 24, 2020

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા ફરી મોકૂફ

31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા ફરી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 21 અને 31 ઓગસ્ટના રોજ બે તબક્કામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી હવે 31 ઓગસ્ટ બાદ ઓફલાઈન પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. ઓનલાઈન પરીક્ષા પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવશે. હવે ઓફલાઈન પરીક્ષા પહેલા ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેશે. વિદ્યાર્થી ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા આપવા અંગે પોતે પસંદગી કરી શકશે. કોરોનાના સંક્રમણ અને સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને વધુ એકવાર ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવાનો યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. 

દેશ હોય કે રાજ્ય કોરોના વાયરસનો જીવલેણ કહેર જેવી રીતે લોકોના જનજીવન પર પ્રભાવિત થઈ હતી તેને જોતા સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરી દેવાયો હતો. ઉદ્દેશ્ય હતો કે લોકડાઉનમાં કોરોના મહામારીને નિયંત્રિત કરી શકાય પરંતુ સમય સાથે કોરોના વાયરસે પોતાનો વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લીધો જેના પરિણામે વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ હજી પણ લેવાઈ નથી.

આ પરીક્ષાઓ માટે અગાઉથી જ વિચારણાઓ કરવામાં આવી રહી હતી કે પરીક્ષાનું માળખું કેવુ રહેશે, વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપશે, પરીક્ષાનો સમયગાળો કેટલો હશે, પરીક્ષા ઓનલાઈન હશે કે ઓફલાઈન આ સમગ્ર મુદ્દે અગાઉ બેઠકો થઈ ચૂકી છે જો કે નક્કી કરી શકાયુ નથી કે પરીક્ષા આ તારીખે લેવાશે. એવામાં આ નવો નિર્ણય મુજબ ઓનલાઈન પરીક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે તેના પર નજર રહેશે પરંતુ પરીક્ષા થશે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ કોરોના કહેર જેવી રીતે વધી રહ્યો છે તેને જોતા ફરી વાર પરીક્ષાઓ રદ્દ થઈ શકે તેવી શક્યતાઓ તો રહેલી છે.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર