સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે : CM રૂપાણી

ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક સુવર્ણ યુગ આથમી ગયો, CM રૂપાણીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ 

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેમનું આજે સવારે સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. જ્યારે બે દિવસ પહેલા તેમના મોટા ભાઇ મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે બન્ને દિગ્ગજ કલાકારના ચિર વિદાયથી ગુજરાતી ફિલ્મમાં મોટી ખોટ પડી છે.

CM રૂપાણીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે શોક વ્યક્ત કરતા જણાવ્યું, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે

20 ઓગસ્ટ 1943ના રોજ મહેસાણાના કનોડા ગામે જન્મેલ નરેશ કનોડિયાએ નાની ઉંમરે જ ભાઇ મહેશ કનોડિયા સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. સ્ટેજ સિંગર તેમજ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત 1970માં ‘વેલીને આવ્યા ફૂલ’ પ્રથમ ફિલ્મ હતી. કુલ 300થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો છે. અંદાજે 40 વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પાથર્યા અભિનયના ઓજસ.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે સુપ્રસિદ્ધ નરેશ કનોડિયાએ ટોચની અભિનેત્રીઓ સ્નેહલતા, રોમા માણેક અને અરૂણા ઇરાની સાથે જોડી જમાવી હતી. તેમણે 1980-90ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર અને ફિરોઝ ઇરાની સાથે કામ કર્યુ છે. અભિનેતા ઉપરાંત ગાયક અને સંગીતકાર તરીકે પણ મેળવી અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી છે. મોટા ભાઇ મહેશ કનોડિયા સાથે મળીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતુ. ગુજરાતી ફિલ્મજગતમાં મહેશ-નરેશની જોડી વિખ્યાત છે. વિદેશમાં સ્ટેજ-શો કરનારી મહેશ-નરેશની પ્રથમ ગુજરાતી જોડી હતી. 2002-07 દરમિયાન કરજણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા.

મહેશ કનોડિયાએ ફિલ્મોમાં આપ્યુ છે સંગીત

ઢોલીવૂડમાં મહેશ-નરેશ ના નામથી આ બંને ભાઈઓ ની જોડી ખૂબ પ્રખ્યાત હતી. મહેશ કનોડિયા પોતાના અવાજ માટે ખૂબ જાણીતા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે જ્યારે ખાસ કરીને મહિલા ના અવાજમાં તેમના ગીતોને કારણે તેમણે ભારે લોકપ્રિયતા મળી હતી. મહેશ કનોડિયાનો જન્મ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામા કનોડ ગામમાં થયો હતો. ચાર ભાઈ, ત્રણ બહેનો અને માતા પિતા સાથે એક ઓરડીમાં વસવાટ કરતા હતા. ગુજરાતી ફિલ્મો ઉપરાંત મહેશ કનોડિયાએ ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.

તેમણે “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. “નીલી આંખે” નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. આ વિડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. તેમના ઘણાં ગીતો (ગેરફિલ્મી આલ્બમો અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ કરસન સાગઠિયા, જેવા દિગ્ગજોએ ગાયેલાં છે.

 26 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર