September 20, 2021
September 20, 2021

બે વાગ્યે ગુજરાતને મળશે નવુ મંત્રીમંડળ….

મુખ્યમંત્રીના નામની જેમ નવા મંત્રીઓના નામોમાં પણ હશે સરપ્રાઈઝ….

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓની આજે બપોરે 2 વાગ્યે શપથવિધિ થશે. સવારે 10 વાગ્યા સુધીમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીઓને શપથ લેવડાવશે. ફરી એક વખત ભાજપ હાઈકમાંડ સરપ્રાઇઝ આપશે તેવુ લોકો માની રહ્યા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતા નાનું હશે જેમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાશે. જ્યારે, આ મંત્રીમંડળમાં યુવાઓને વધુ મહત્વ અપાઈ શકે છે તેવી સંભાવનાઓ પ્રબળ છે. તો OBC અને દલિત ચહેરાઓને પણ પ્રાધન્ય અપાશે. તો સાથે જ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો પણ ધ્યાને લેવાશે.

બીજી બીજુ રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી બહેન દવે, વાસણ આહીર તથા કુમાર કાનાણીની સ્વર્ણિમ સંકુલમાં રહેલી ઓફિસ ખાલી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ શિક્ષણ મંત્રી અને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની પરીક્ષા મામલે ચર્ચામાં રહેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની ઓફિસ પણ ખાલી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તો મંત્રી ઈશ્વર પરમારની પણ ઓફિસ ખાલી કરાઈ છે.

નવા મંત્રીમંડળના સંભવિત ચહેરા

આર.સી.ફળદુ- જામનગર દક્ષિણ
પ્રદીપસિંહ જાડેજા- વટવા
ગણપત વસાવા- માંગરોળ- સુરત
જયેશ રાદડિયા- જેતપુર
દિલિપ ઠાકોર- ચાણસ્મા
જવાહર ચાવડા- માણાવદર
હકુભા જાડેજા- જામનગર ઉત્તર
રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા
કિરિટસિંહ રાણા- લીંબડી
જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ
નીમાબેન આચાર્ય- ભુજ
આત્મારામ પરમાર- ગઢડા
પંકજ દેસાઇ- નડિયાદ
આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર
જે.વી.કાકડિયા- ધારી
ઋષિકેશ પટેલ- વિસનગર
શશિકાંત પંડયા- ડીસા
બ્રિજેશ મેરજા- મોરબી
જીતુ ચૌધરી- કપરાડા
મોહન ઢોડિયા- મહુવા- સુરત
હર્ષ સંઘવી- મજૂરા
કિર્તિસિંહ વાઘેલા- કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ
રાકેશ શાહ- એલિસબ્રિજ
દેવા માલમ- કેશોદ
ગોવિદ પટેલ-રાજકોટ દક્ષિણ
જગદીશ પટેલ-અમરાઈવાડી
નિમીષા સુથાર-મોરવાહડફ
સંગીતા પાટીલ- લિંબાયત

ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે તમામ લોકોના મગજમાં માત્ર એક જ સવાલ છે કે, નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તો કોનું પત્તું કાપશે. ત્યારે જૂના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ નવી ટીમમાં પણ સામેલ રહેશે. ત્યારે વાત કરીએ તો અમદાવાદના વટવાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા યથાવત રહી શકે છે. તો જામનગર દક્ષિણથી ધારાસભ્ય આર સી ફળદુને સ્થાન મળી શકે છે. તો સૌરભ પટેલને પણ રિપીટ કરી શકાય છે. તો આગળ વાત કરીએ તો જયેશ રાદડિયાને ફરીથી નવી ટીમમાં સ્થાન મળી શકે છે. તો કુંવરજી બાવળિયાને વધુ એક વખત મંત્રીમડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે. આગળ જૂનાગઢના માણાવદરથી ધારાસભ્ય જવાહર ચાવડાને ફરીથી સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના માંગરોળથી આવતા ગણપત વસાવા ફરીથી નવી ટીમમાં સ્થાન મળવાની શક્યતા રહેલી છે. તો દિલીપ ઠાકોરને ફરીથી નવી ટીમમાં રિપીટ કરાય તેવી સંભાવના છે.

 83 ,  1