ઉર્જા મંત્રી સૌરભ પટેલ : ગ્રીન એન્ડ કલીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ લેશે

ગ્રીનઅને કલીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશભરનું નેતૃત્‍વ કરી રહ્યું છે. મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલના સબળ નેતૃત્‍વમાં આ વર્ષના બજેટમાં ગ્રીન એનર્જીના ઉત્પાદન માટે ખાસ ભાર આપવામાં આવ્‍યો છે. એટલું જ નહીં, ગુજરાતે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ એટલે કે ૩૦ ગીગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પાદિત કરવા માટે ખાસ આયોજન હાથ ધર્યુ હોવાનું ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું.

ફ્રાન્‍સના પેરીસમાં નવેમ્‍બર, ૨૦૧૫ દરમ્‍યાન યોજાયેલી ૨૧મી કોન્‍ફરન્‍સ ઓફ પાટીઝ અંતર્ગત ૧૧મી માર્ચ, ૨૦૧૮ રોજ દિલ્‍હી ખાતે યોજાયેલી ઇન્‍ટરનેશનલ સોલાર એલાયન્‍સમાં ઉપસ્‍થિત ૧૨૧ દેશોના પ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ બિનપરંપરાગત ઉર્જા ઉત્‍પાદન સંદર્ભે સંકલ્‍પ જાહેર કર્યો હતો કે, આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ભારત દેશ ૧૭૫ ગીગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પન્‍ન કરશે.

ઉર્જા મંત્રીએ કલીન અને ગ્રીન એનર્જીના ઉત્‍પાદન માટેના ગુજરાતના બહુલક્ષી આયોજનની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ગુજરાતે આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૦ હજાર મેગાવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ઉત્‍પાદિત કરવાનું નકકી કર્યુ છે. જેનો દ્વિસ્‍તરીય અમલ થશે. જેમાં ઉત્‍પાદિત થનારી ૨૦ હજાર મેગોવોટ પુનઃ પ્રાપ્‍ય ઉર્જા ગુજરાત માટે ઉપયોગમાં લેવાશે. જયારે ૧૦ હજાર મેગાવોટ ઊર્જા કેન્દ્ર અને અન્‍ય રાજયોને પૂરી પાડવામાં આવશે.

 118 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી