૪૦ વર્ષ : મચ્છુ હોનારતને ગુજરાત કયારેય નહીં ભૂલે

એક અકલ્પનીય ઘટના સૌરાષ્ટ્રની મયુરનગરી મોરબીમાં તા.૧૧ ઑગસ્ટ ૧૯૭૯ના રોજ ઘટી હતી. ૪૦ વર્ષ પહેલા મોરબીમાં આવેલ પ્રલયકારી મચ્છુ જળ હોનારતે મયુરનગરને વિરાન નગરી બનાવી દીધું હતું. મચ્છુ જળ હોનારત તો આવીને ગઈ પણ ધસમસતા વિનાશકારી પૂરપ્રકોપે ગણતરીના સમયમાં હજારો હરતી ફરતી જિંદગીઓ મોતની મહોર મારી કાયમ માટે સૂવડાવી દીધા હતા.

મચ્છુના પૂર આવીને ઓસરી પણ ગયા, પરંતુ મચ્છુની એ વિનાશકારી જળપ્રલયમાં પોતાના દિવગંતોને કાયમ માટે ખોઈ દેનારા લોકોની આંખોમાં પણ આજેય અશ્રુઓના પૂર આવે છે. સતત પડી રહેલા વરસાદના કારણે મોરબી ઉપરવાસમાં આવેલ મચ્છુ-ર બંધ તૂટયો હતો. જ્યાં જુઓ ત્યાં માનવીના મૃતદેહો આમતેમ ચોમેર રઝળતા નજરે ચઢતા હતા, કયાંક કયાંક કદાવ-કીચડને કાંપમાં ખૂંચેલી લાશો, કયાંક ઝાડ પર લટકતી લાશો તો કયાંક વીજવાયરો પર ટીંગાતા મૃતદેહો જોનારાને ધ્રુજારી છુટી જતી હતી. પોતાના સ્વજનને પાગલની જેમ આમથી તેમ શોધતા, પૂછપરછ કરતા માનવી માટે અન્ય કોઇ માનવી મદદરૂપ થઈ શકે તે સ્થિતિમાં પણ નહોતા તમામે તમામ જીવો આ કુદરતના રૂદ્ર સ્વરૂપ સામે લાચાર હતા.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી