September 23, 2021
September 23, 2021

વેરાવળનો દરિયો બન્યો ગાંડોતૂર, એક માછીમારનું મોત

સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લા સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં તેજ પવન ફૂંકાયો હતો. સાથે જ દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. કાંઠા વિસ્તારમાં દીવ, સુત્રાપાડા, જાફરાબાદ તથા સોમનાથ ત્રિવેણી સંગમ સહિત વિવિધ વિસ્તારોમાં દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા હતા. વાયુ વાવઝોડુ 13 જુન બપોર સુધીમાં વેરાવળના દરિયાકાંઠે ટકરાશે. જેની અસર વહેલી સવારથી વેરાવળના દરિયામાં જોવા મળી રહી છે. વેરાવળનો દરિયો પણ હિલોળે ચડ્યો છે તેમજ મોજા પણ ઊંચા ઉછળી રહ્યા છે. હાલ વેરાવળના દરિયાકાંઠે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. તેમજ પવનના સુસવાટા વચ્ચે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે.

વાવાઝોડાને કારણે ઉનાના રાજપરા બંદર ખાતે ૧૨ જુને એક માછીમાર દરિયામાં ગરકાવ થયો હતો. જેનો ૧૩ જુને મૃતદેહ મળી આવ્યો છે. વેરાવળમાં ભારે પવનને કારણે 10થી 12 જેટલા વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે, પરંતુ કોઇ જાનહાનિ સર્જાઇ નથી. વાયુ વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી રહી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમજ જસદણ, આટકોટ, વીંછિયા, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગોંડલમાં પણ વરસાદ

વાયુ વાવાઝોડાની અસર રાજકોટમાં જોવા મળી રહી છે. રાજકોટમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમજ જસદણ, આટકોટ, વીંછિયા, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગોંડલમાં પણ વરસાદ

 16 ,  1