ગુજરાતના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની AAPમાં એન્ટ્રી

LRD આંદોલન વખતે આવ્યા હતા ચર્ચામાં

ગુજરાતમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે સત્તા પક્ષ ભાજપ સહિત તમામ પક્ષો દ્વારા હાલથી જ તૈયારીઓ આરંભી દેવાઈ છે પરિણામે આ વખતે રાજ્યમાં ત્રિકોણિયો જંગ રાજ્યમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે. બીજી બીજુ દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાત પ્રવાસે આવ્યા છે. LRD આંદોલન વખતે ચર્ચામાં આવેલા યુવરાજસિંહ જાડેજા પણ હવે આમ આદમી પાર્ટીનો સત્તાવાર ખેસ ધારણ કરી લીધો છે.

બિનસચિવાલય આંદોલનના કારણે ચર્ચામાં આવેલા યુવરાજસિંહ જાડેજાને મનીષ સિસોદિયાએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. તમને જણાવી દઈએ કે, મનિષ સિસોદિયા હાલ ગુજરાતના પ્રવાસે છે અને આગામી ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ તેઓ પ્રચારમાં જોડાયા છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ કહ્યું છે કે આગામી વિધાનસભાની ચૂંટણી હું કોંગ્રેસના નેજા હેઠળ ચૂંટણી લડીશ એટલે કે તેઓ પણ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ત્યારે હાલમાં દરેક પક્ષ યુવાઓને આગળ લાવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે આમ આદમી પાર્ટી પણ પાછળ ન રહી જતા આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાને પક્ષમાં જોડ્યા છે.

નોંધનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં વિજય સુંવાળા સહિતના યુવા ચહેરાઓને પાર્ટીમાં સામે કરવા માટે મોટા મિશન પર કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મનીષ સિસોદિયા રોડ શૉ યોજીને પ્રચાર કરવા જઈ રહ્યા છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી