ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન..

ફિલ્મ ‘માનવીની ભવાઇ’ માટે મળ્યો હતો રાષ્ટ્રીય એવોર્ડ

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું બુધવારે રાત્રે નિધન થયુ હતું. તેમણે ગુજરાતી ફિલ્મજગતમાં 100 કરતા પણ વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કરેલું છે. તેમણે રામાયણમાં સિરિયલમાં ભજવેલી નિષાદ રાજની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમસંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.

ફિલ્મ ‘માનવીની ભવાઇ’ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. તો ‘મહીયરની ચુંદડી’ ફિલ્મથી તેઓ ગુજરાતના ઘરે ઘરે પોપ્યુલર બન્યા હતા. તેમના કરિયરની શરૂઆત ગુજરાતી રંગમંચથી થઈ હતી. ઉપેન્દ ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, કિરણ કુમાર જેવા દિગ્ગજો સાથે તેઓ અનેક સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યા છે. 111 જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મ જગતમાંત તેઓ બાબલાભાઈના હુલામણા નામથી પ્રખ્યાત હતા. 

તેમનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાનું ભીલડી ગામ હતું. પરંતુ અંદાજે 50 વર્ષથી પોતાના કુટુંબ સાથે મુંબઇ ખાતે રહેતા હતા. આજે મુંબઈ ખાતે ચંદનવાડી મરીન લાઈન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી