ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

ગુજરાતી સિનેમાના ‘રજનીકાંત’ નરેશ કનોડિયા આવ્યા કોરોનાની ઝપેટમાં, ચાહકોમાં ઝટકો

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. અભિનેતા નરેશ કનોડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. નરેશ કનોડિયા પોઝિટિવ આવ્યાના સમાચાર મળતા તેમના ફેન્સને ઝટકો લાગ્યો હતો અને તેઓ જલ્દી સાજા થાય તેના માટે લોકોએ પ્રાર્થના કરી હતી.

તમને જણાવી દઈએ કે, 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નરેશ કનોડિયા નામ જાણીતું હતું. તેમને ગુજરાતી સિનેમાના ‘રજનીકાંત’ પણ કહેવામાં આવે છે. તેમનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. નરેશ કનોડિયાએ 1970માં આવેલી ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 1980 અને 1990ના દાયકામાં તેઓ ગુજરાતી સિનેમામાં રાજ કરતા હતા. અત્યારે તેઓ પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે.

પરિવારની વાત કરીએ તો નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે, સાથે ભાજપના ધારાસભ્ય પણ છે.

ગુજરાતમાં કોરોનાના વધુ 1126 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના વધુ 1126 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 8 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 2-2 દર્દીઓના મોત થયા છે. તો આજે એક જ દિવસમાં કુલ 1128 દર્દીઓ સાજા થયા છે. જેથી આજદિન સુધીમાં કુલ 1 લાખ 43 હજાર 927 દર્દીઓ સાજા થયા છે. તો આજદિન સુધીમાં કુલ મૃત્યુઆંક 3654 સુધી પહોંચી ગયો છે. હજુ પણ 76 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો રાજ્યમાં હાલમાં કુલ 14191 જેટલા એક્ટિવ કેસ છે.

 137 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર