એશિયન યોગા કોમ્પિટિશનમાં ગુજરાતી દીકરીઓએ ભારતનું નામ કર્યું રોશન

ગુજરાતની બે દીકરીઓએ બાંગ્લાદેશના ઢાકામાં એશિયન યોગા કોમ્પિટિશનશીપમાં મેડલ મેળવ્યાં છે. સૂત્રાપાડાનાં લાટી ગામની ખેડૂત પુત્રી ભારતી સોલંકીએ યોગ સ્પર્ધામાં ત્રણ મેડલ મેળવ્યાં છે. તેની સાથે મહેસાણાની પૂજા પટેલે ચાર મેડલ મેળવ્યાં છે.

મહેસાણા જિલ્લાના અંબાલા ગામની અને હાલમાં કડીમાં રહી અભ્યાસ કરતી ગુજરાતની ગોલ્ડ મેડાલિસ્ટ યોગાક્વીન પૂજા પટેલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેના યોગ કૌશલ્યનો પરિચય કરાવ્યો છે. પૂજા જ્યારે 11 વર્ષની હતી ત્યારથી જ તેના પિતા તેને ટ્રેનિંગ આપી રહ્યાં છે. આજે પુત્રી દેશમાં પોતાનું નામ મેળવતા એક ગુરૂ તરીકેના પિતાને ચોક્કસ ગર્વ થઇ રહ્યો છે.

આ સ્પર્ધામાં સોમનાથના લાટી ગામના ખેડૂતની પુત્રી ભારતી સોલંકીએ સીલ્વર, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તેનું આજે તેના ગામમાં ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

બહુચરાજી તાલુકાના અંબાલા ગામની દીકરી પૂજા પટેલે 2 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ હાંસલ કરી દેશમાં ગૌરવ વધાર્યુ છે. અનેક મેડલ પૂજા પટેલે પોતાના નામે કર્યા છે અને દેશ માટે આજે તેણે ગોલ્ડ મેળવતા પરિવારમાં ખુશીનો કોઇ પાર નથી. જ્યારે ટીવી પર આવતા બાબા રામદેવના યોગ અંગેનો શો જોઇને દીકરી પૂજાને ખાસ પ્રેરણા મળી હતી.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી