ગુજરાતી પ્રોડ્યુસર જય વ્યાસ અને નૈસર્ગી વ્યાસે એકદમ અલગ અંદાજમાં કરાવ્યુ રેટ્રો પ્રી-વેડિંગ, જુઓ Video

પ્રી-વેડિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે વાયરલ, મચાવી ધૂમ

હાલના સમય પ્રમાણે બધા યુગલો પોતાના લગ્ન સમયે અલગ અલગ પ્રકારના ફોટો શૂટ અને પ્રી-વેડિંગ કરાવતા હોય છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. અત્યારે લગ્ન પહેલાં મેરેજ કપલ ફોટોશૂટ અને પ્રી-વેડિંગના ટ્રેન્ડ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતાં હોય છે. પરંતુ આ 2021ના વર્ષમાં તમે લગભગ આ પ્રકારનું પ્રી-વેડિંગ નહીં જોયું હોય!

અત્યાર સુધીના બધા જ પ્રી-વેડિંગમાં સુંદર પ્રી-વેડિંગ કોઈનું હોય તો એ ગુજરાતનાં જય વ્યાસ અને તેમની પત્ની નૈસર્ગી વ્યાસનું છે જે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યુ છે.

આપણે ઘણા કલરફૂલ પ્રી-વેડિંગ જોયા હશે જેમા સારા સારા લોકેશન બતાવવા મા આવતા હોય છે. પરંતુ 60 થી લઈ ને 80ના દાયકાની યાદ અપાવતું પ્રી-વેડિંગ આપણાં ગુજરાતી પ્રોડ્યૂસર જય વ્યાસ અને તેમની પત્ની નૈસર્ગી દ્વારા બનાવમાં આવ્યું છે. આ વિડીયો શૂટ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના અલગ અલગ ગીતો પર બનાવમાં આવ્યું છે. જેમાં 80ના દાયકના લોકપ્રિય ગીતો જેવા કે “પ્યાર હુઆ ,દિલકા ભવર કરે પુકાર, ઈશારો ઈશારો મે, ગુનગુના રહે ભવરે અને નીલા આસમાન સો ગયા જેવા ગીતોને ફરી એ જ દાયકા જેવા સજાવીને પોતાનું પ્રી-વેડિંગ કર્યું છે. જેના દ્વારા જય વ્યાસ એ બોલીવુડ મ્યૂઝિક અને ક્લાસિક સિનેમા માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો અને રાજ કપુર થી લઈ અમિતાભ બચ્ચન સુધીના તેમના મનગમતા કલાકારો ને ટ્રીબ્યુટ આપ્યુ.

ગુજરાતી ભાષાની સૌથી લોકપ્રિય વેબ-સીરીઝ બસ ચા સુધી તેમજ સબસે પેહલે ગીતના પ્રોડ્યૂસર છે. જય વ્યાસે પોતાના પ્રી-વેડિંગ માં બ્લેક એન્ડ વ્હાઇટ થીમનો ઉપયોગ કર્યો છે. બોલીવુડના ૮૦ના દાયકાના ફિલ્મોના અલગ અલગ ગીતોને એ જ અંદાજમાં એક વીડિયોમાં મિક્સ કરીને એક અલગ પ્રકારનું જ રેટ્રો પ્રી-વેડિંગ કરાવ્યું છે.

ટૂંક સમયમાં જ તેમની એક વેબ ફિલ્મ “હું તને મળીશ” નિહાળવા મળશે. ગુજરાતી ગીતો અને વેબ સીરીઝ બનાવતા જય વ્યાસે પોતાના પ્રેમને એકદમ ૮૦ના દાયકામાં જોવા મળતા ફિલ્મી અંદાજમાં પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું છે. આ રેટ્રો પ્રી-વેડિંગ તમને જય વ્યાસની યૂટ્યૂબ પર જોવા મળશે. તેમની એક યૂટ્યૂબ ચેનલ જય વ્યાસ પ્રોડક્શન પણ છે. ગુજરાત અને ગુજરાતી લોકો હમેશાં પોતાના દરેક ઉત્સવને કઇંક અલગ અંદાજમાં ઊજવતાં હોય છે. જય વ્યાસે પણ પોતાનાં પ્રી-વેડિંગને અલગ અંદાજમાં શૂટ કરાવીને પ્રી-વેડિંગ માટે એક નવો આઇડિયા આપ્યો છે.

 237 ,  1