September 19, 2021
September 19, 2021

ગુજરાતી સ્ટાર પ્રતિક ગાંધી ફરીથી ચમકશે બોલિવૂડમાં

હંસલ મહેતા સાથે શરુ કર્યું આ ફિલ્મનું શૂટિંગ

ઉત્તર પ્રદેશ આ દિવસોમાં ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓની પ્રથમ પસંદગી બની ગયું છે. જ્યાં તમામ ફિલ્મ નિર્માતાઓ સતત ઉત્તર પ્રદેશ જઈને શૂટિંગ કરવાનું પસંદ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ વહીવટીતંત્રે પણ આ કામમાં મોટી ભૂમિકા ભજવી છે. જ્યાં દરેકને ત્યાં તરત જ શૂટિંગ કરવાની પરવાનગી મળી રહી છે. આવી સ્થિતિમાં વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ના નિર્દેશક હંસલ મહેતાએ પણ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશમાં શરૂ કરી દીધું છે.

હા, ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં આપણે પ્રતિક ગાંધીને ફરી એકવાર તેમની સાથે જોવા જઈ રહ્યા છીએ. એવા સમાચાર છે કે આ વખતે હંસલ પોતાની નવી ફિલ્મનું શૂટિંગ ઝાંસીમાં કરવા જઈ રહ્યા છે, જેનું બુધવારથી શરુ થઈ ગયું છે. હંસલ મહેતાની આ નવી ફિલ્મનું નામ છે “દેઢ બીઘા ઝમીન”આ ફિલ્મની જાહેરાત બાદ પ્રતિક ગાંધીના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને ગુજરાતી ફેન્સમાં ખુશી જોવા મળી રહી છે. ઘણા ગુજરાતી ફિલ્મો થાકી પ્રતિક હવે લોકોના દિલમાં રાજ કરે છે. જ્યાં આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સામાન્ય માણસના અધિકારો માટેની લડાઈની વાર્તા જોવા મળશે.

આ ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મની ટીમ ઝાંસી પહોંચી છે. જ્યાં પુલકિત આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. હંસલે કહ્યું છે કે તે આ ફિલ્મમાં કોઈપણ પ્રકારની મદદ માટે પુલકિત સાથે હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, પુલકિત અગાઉ પ્રખ્યાત વેબ સિરીઝ ‘બોસ: ડેડ ઓર અલાઈવ’ નું નિર્દેશન કરી ચૂક્યા છે. બીજી બાજુ, જો આપણે આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં આપણે પ્રતીક સાથે ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમારને જોશું, થોડા દિવસો પહેલા ખુશાલીએ આર માધવન અને અપારશક્તિ ખુરાના સાથેની ફિલ્મ પૂર્ણ કરી છે. જેના કારણે તે પોતાના નવા પ્રોજેક્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

 47 ,  1