પ્રખ્યાત લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે મુંબઈમાં નિધન

ગુજરાતના જાણીતા પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું 88 વર્ષે નિધન થયું છે. મુંબઈમાં કાંદિવલી ખાતે રહેતા કાંતિ ભટ્ટ મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની હતા. થોડા દિવસ પહેલા જ તેમણે પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.

થોડા દિવસ પહેલા તેમણે એમનો 88મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમયે તેમણે ગરબા પણ રમ્યા હતા. 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા અને લગભગ તમામ અખબારમાં ટોચના કટાર લેખ લખ્યા હતા.

1966માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. તેણે ગુજરાતના અનેક સામયિકો સાથે કામ કર્યું હતું. તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી