September 25, 2020
September 25, 2020

ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણી મોકૂફ નહિ કરાય, ચૂંટણીપંચે બાદમાં કર્યો ખુલાસો

ગુજરાતની 8 પેટાચૂંટણી રોકવા હાઈકોર્ટમાં અરજી થઇ છે આ અરજી કોરોના વાયરસના કારણે કરવામા આવી છે આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પેટાચૂંટણી યોજાશે તો કોરોનાનું વધુ સંક્રમણ ફેલાશે અને ચૂંટણી દરમિયાન 50 લાખ લોકોની અવરજવર થશે તેથી તેને મોકૂફ રાખવામાં આવે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ રાખવી કે કેમ તે અંગે ચૂંટણીપંચ બે દિવસમાં નિર્ણય લેશે.

અને હવે નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. હાલ ગુજરાતમાં ચાલી રહેલી કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હોવાનું મનાય છે.જોકે આ અંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 7 સપ્ટેમ્બર સુધી યોજાનારી ચૂંટણીઓને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતની પેટાચૂંટણી મુલતવી રાખવા સંદર્ભે અમારી પાસે કોઇ જ સૂચના આવી નથી.

હાલ જે બેઠકો પર ચૂંટણી મોકૂફ થઇ છે તેમા કરજણ (વડોદરા), મોરબી, કપરાડા (વલસાડ), લિંમડી (સુરેન્દ્રનગર), ગઢડા (બોટાદ), ડાંગ, ધારી (અમરેલી) અને અબડાસા (કચ્છ) સામેલ છે.જણાવી દઇએ કે, ગુજરાતમાં યોજાનારી આ આંઠ પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મીટ માંડીને બેઠા હતા પરંતુ હવે તેમને પ્લાનિંગને લઇ વધુ સમય મળી ગયો છે.

 87 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર