ગુજરાતના ‘ભાઉ’ મહારાષ્ટ્રના ‘મોટા ભાઉ’ની અડફેટે ચડી ગયા…

શિવસેનાએ પણ રેમડેસિવિરને લઇ સીઆર પાટીલને આડે હાથે લીધા

સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ચારેય તરફ કોરોનામાં રાહત આપનારા રેમડેસિવીર ઈન્જેકશનની કમી છે ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સુરત માટે રરેમડેસિવીરના 5000 ઈન્જેકશન લાવ્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું. આ અંગે સીએમને સવાલ કરતા તેમણે પણ હાથ અધ્ધર કરી દીધા હતા. અને કહ્યું હતું કે પાટીલને પૂછો, સરકારે કોઇ ઈન્જેકશન આપ્યા નથી. ત્યારે હવે આ મામલે શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પણ ભાજપ તથા પાટિલ પર આકરા પ્રહાર કર્યા હતા.

શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે,‘એક તરફ દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે. મહારાષ્ટ્રમાં પણ લોકો મેડિકલ સ્ટોર અને હોસ્પિટલો બહાર લાઈનમાં ઉભા રહી ઈન્જેક્શન મેળવવા પ્રયાસ કરતા જોવા મળી રહ્યાં છે. આ સમયે ગુજરાતમાં ભાજપ પ્રમુખ રાજકીય પક્ષના કાર્યાલયમાંથી અમદાવાદ, સુરત અને ભરુચ જેવા સ્થળે મફતમાં રેમડેસિવિર ઈન્જેક્શન આપી રહ્યાં છે. ભાજપના કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેક્શન જઈ શકે છે. પરંતુ મહારાષ્ટ્ર, છત્તિસગઢ જેવા બિનભાજપી શાસિત રાજ્યોમાં નથી જઈ શકતા.’

જ્યારથી સી.આર પાટીલે સુરતમાં ભાજપ તરફથી મફતમાં 5 હજાર રેમડેસિવિર આપવાની વાત થઈ છે. ત્યારથી વિવાદ સર્જાયો છે. જે બાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ એક જ સવાલ પૂછી રહ્યા છે કે, આટલો મોટો જથ્થો ભાજપ પાસે આવ્યો ક્યાંથી. જેને લઈ ભાજપના સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી ગુસ્સે ભરાઈને આમ આદમી પાર્ટીને જવાબ આપ્યો હતો. પરંતુ હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે. અને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર પાસે જવાબ માગ્યો છે.

 20 ,  1