હથીયારો, ડ્રગ્સ અને આંતકીઓનો એન્ટ્રીગેટ એટલે ગુજરાતનો દરિયા કિનારો

આંતકીઓ અને ડી કંપનીના સભ્યો દેશને બરબાદ કરવા માટેનો ઘડી રહ્યા છે પ્લાન

12 માર્ચ 1993નો એ દિવસ જેને આજે પણ લોકો બ્લેકક્રાઇડે તરીકે માને છે કેમકે દેશમાં પહેલી વખત મુંબઇમાં દાઉદ ઇબ્રાહીમે સીરીયલ બોંબ બ્લાસ્ટ કરાવ્યા હતા. મુંબઇમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાતનો દરિયાકાંઠો પહેલી વખત બદનામ થયો હતો કારણકે પાકિસ્તાને મોકલેલુ આરડીએક્સ પહેલી વખત પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠે ઉતર્યુ હતું. હથીયાર અને આરડીએક્સ લેન્ડીગ બાદ ગુજરાતનો દરિયાકાંઠો હમેશા માટે ગુનાહીત પ્રવૃતિ પંકાયેલો છે. બોમ્બ બ્લાસ્ટનું RDX હોય, ડ્રગ્સનો કાળો કારોબાર હોય કે પછી આતંકવાદી પ્રવૃત્તિ હોય માટે આંતકવાદીઓને પહેલી પસંદ ગુજરાતનો દરિયાકાંઠો હોય તેવુ લાગી રહ્યુ છે.

મોરબીના ઝીઝુંડા ગામ ખાતે એટીએસની ટીમે ઓપરેશન પાર પાડીને 600 કરોડ રૂપિયાનો હેરોઇન જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે જેમાં ઘટકસ્ફોટ થયો છેકે આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઇ રસ્તે આવ્યો હતો. થોડાક દિવસ પહેલા જામખંભાળિયાના દરિયાકિનારેથી પોલીસે 350 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું તે પણ પાકિસ્તાનથી આવ્યુ હતું. એકજ અઠવાડીયામાં એક હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવતા દરિયાકિનારાની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 40 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડતા ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માટેનો એન્ટ્રી પોઇન્ટ બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે.

સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ આઠ મોટા કન્સાઈનમેન્ટ સાથે 40 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું તેના પરથી મળે છે. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા 42 બંદરોમાંથી 17 નોન મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન દેશોમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે. ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારની કોઈ પેઢીમાં જાય છે. આ કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે.

ભારતથી સામાન એક્સપોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે. ગુજરાતના બંદરો ઉપર એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકિંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.

દરિયાઇ સુરક્ષા એજન્સીઓ તેમજ પોલીસની આંખમાં ધુળ નાખીને હજારો કરોડો રૂપિયાની ડ્રગ્સ ગુજરાતમાં આવે છે અને ત્યારબાદ દેશના અલગ અલગ ખુણા સુધી પહોતી જાય છે. ગઇકાલે 600 કરોડ રૂપિયા ડ્રગ્સનો પર્દાફાશ એટીએસની ટીમે કર્યો હતો. દરિયાઇ કિનારે સુરક્ષા મામલે હમેશાં છીંડા જોવા મળે 26/11ના રોજ જ્યારે મુંબઈમાં તાજ હોટેલ પર આતંકી હુમલો થયો ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારાનો ઉપયોગ થયો હતો. જેમાં કુબેર નામની બોટમાં હથિયાર સાથે આતંકીઓ સવાર થઇ મુંબઇમાં ઘૂસ્યા હતા અને કોઇને ખબર પણ ન પડી હતી. આ ઉપરાંત દાઉદના મુંબઇમાં દબદબા સમયે મમુમિયા જેવા દેશદ્રોહી લોકોએ બ્લાસ્ટ કરાવવા પોરબંદર પાસે ગોસાબારામાં આરડીએક્સ લેન્ડ કરાવ્યું હતું. પોરબંદરનો દરિયાકિનારો આતંકવાદીઓ માટે ગેઇટ ઓફ ગુજરાત છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સેમનાથ મહાદેવ મંદિર આતંકવાદીઓના હીટ લીસ્ટમાં અનેકવાર આવ્યું છે.

પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક આંતકીઓ અને ડી કંપનીના સભ્યો દેશને બરદાબ કરવા માટેનો પ્લાન ધડી રહ્યા છે જેના કારણે તે ગલ્ફ કંન્ટ્રીનો ઉપયોગ કરીને ડ્રગ્સ મોકલી રહ્યા છે. ડી કંપની ડ્રગ્સ તેમજ હથીયારોના ધંધા સાથે સંકળાયેલુ હોવાનું ઘટકસ્ફોટ પહેલા પણ થયો હતો. પહેલા ડી ગેંગમાં કામ કરતા વીકી ગોસ્વામી ડ્રગ્સના ધંધાનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. દાઉદ ઇબ્રાહીમની કંપની ક્યાકને ક્યાક આ ડ્રગ્સ પાછળ સંકળાયેલા હોય તેવુ સુરક્ષા એજન્સીઓ માની રહી છે ત્યારે તાજેતરમાં પકડાયેલા આંતકવાદીઓના ડી ગેંગ સાથે સંબધ હોવાનું પણ સામે આવતા સુરક્ષા એજન્સીઓ સર્તક થઇ ગઇ છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી